
ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથિયાં ઉપર અવર- જવર નહીં કરી શકાય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની ખલેલ નિવારવા માટે જાહેરનામું પ્રસિદ્ધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.૫મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાનાર છે, ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ખલેલ નિવારવા માટે ગિરનાર પગથિયા ઉપર યાત્રાળુઓની અવર જવર પર જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર યુવક- યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઉભી થવાની શક્યતાઓ રહેલી હોય, જેને ધ્યાને રાખી ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવા હેતુ માટે આ સ્પર્ધા દરમિયાન ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથિયાં ઉપર અવર- જવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૫-૧-૨૫ના રાત્રિના ૧૨ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી અમલી રહેશે. આ જાહેરનામું સ્પર્ધામાં અધિકૃત અધિકારીઓ, સ્વયં સેવકો સ્પર્ધા વ્યવસ્થામાં કાયદેસરની ફરજ બજાવનારને લાગુ પડશે નહીં.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





