RAMESH SAVANI

Ramesh Savani : પોલીસ, સત્તાપક્ષ સાથે જોડાયેલ ગુંડાની લાજ કાઢે છે !

ડી.કે. બસુ કોલકાતા હાઈકોર્ટમાં પૂર્વ જજ હતા. તેઓ પશ્ચિમ બંગાળ કાનૂની સહાયતા સેવાના અધ્યક્ષ હતા ત્યારે 26 ઓગસ્ટ 1986ના રોજ સુપ્રિમકોર્ટને એક પત્ર લખ્યો. તેમાં પોલીસ અટકાયતમાં મોત અંગે ‘ટેલિગ્રાફ’ અખબારમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. સુપ્રિમકોર્ટે 14 ઓગસ્ટ 1987ના રોજ દરેક રાજ્ય સરકારોને નોટિસ આપી. લો કમિશનને પણ નોટિસ આપી. છેવટે સુપ્રિમકોર્ટે 18 ડીસેમ્બર 1996ના રોજ ડી.કે.બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય કેસમાં [AIR 1997 SC 610] ચૂકાદો આપ્યો. પોલીસ કોઈ પણ વ્યક્તિની મનસ્વી ધરપકડ કરી શકે નહીં. મનસ્વી ધરપકડ નિવારવા માટે સુપ્રિમકોર્ટે માર્ગદર્શક સૂચનાઓ આપી છે તેનો અમલ પોલીસે ફરજિયાત કરવાનો રહે છે. પોલીસની મારઝૂડ/ કસ્ટોડિયલ ડેથ/ ફેઈક એન્કાઉન્ટર/ કસ્ટોડિયલ ટોર્ચર/ ગેરકાયદેસર અટકાયત/ સત્તાનો દુરુપયોગ વગેરે ગેરકૃત્યો અટકાવવા/ ધરપકડ-અટકાયતના કિસ્સામાં ચોક્કસ પ્રક્રિયાઓ અનુસરવા અને સલામતીનાં પગલાં લેવા સુપ્રિમકોર્ટે આ સૂચનાઓ આપી હતી. વાસ્તવમાં આ કામ લોકશાહી સરકારનું હતું; નાગરિકો પર પોલીસનો જોરજુલમ ન થાય તે માટે તંત્રમાં સુધારા કરવા જોઈએ, પરંતુ આ કામ સરકારને બદલે સુપ્રિમકોર્ટે કરવું પડ્યું હતું. બંધારણના આર્ટિકલ- 21 કહે છે કે ‘કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈપણ વ્યક્તિને તેમના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવશે નહીં.’ આનો અર્થ એ છે કે યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિની ધરપકડ અથવા અટકાયત કરી શકાતી નથી અને કોઈપણ ધરપકડ અથવા અટકાયત સરકાર દ્વારા સ્થાપિત કાયદા અને પ્રક્રિયાઓ અનુસાર હોવી જોઈએ.

શું છે ધરપકડ માટેના નિયમો ? [1] ઓળખ : ધરપકડ કરનાર પોલીસે નામ/હોદ્દો દર્શાવતી નેઈમપ્લેટ ધારણ કરવી. જેઓ ધરપકડ કરનારની પૂછપરછ કરે છે તેમની વિગતો સ્ટેશન ડાયરીમાં/ રજિસ્ટરમાં નોંધવી આવશ્યક છે. [2] એરેસ્ટ મેમો : ધરપકડનું કારણ/ માહિતી પોલીસે આપવાની રહેશે. ધરપકડનો સમય/ તારીખ/ સ્થળ દર્શાવવું પડશે તથા એક સાક્ષીના હસ્તાક્ષર ધરપકડ યાદીમાં જોઈશે. સાક્ષી, ધરપકડ કરાયેલ વ્યક્તિના સંબંધી કે ધરપકડના સ્થળે રહેનાર હોવા જોઈએ. [3] Inspection Memo : ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ શરીર સ્થિતિનું પંચનામું કરવું પડશે. તેમાં શરીર પરની નાની-મોટી ઈજાનો ઉલ્લેખ કરવાનો રહેશે. એરેસ્ટ મેમોની નકલ ધરપકડ કરાયેલ વ્યક્તિને આપવાની રહેશે. એરેસ્ટ મેમોમાં પોલીસે સહી કરવી પડશે. [4] ધરપકડની માહિતી : ધરપકડ થયેલ વ્યક્તિનો અધિકાર છે કે ધરપકડ અંગે તેના કુટુંબને/મિત્રને ધરપકડના સમય/સ્થળની જાણ કરવી. તેને ક્યાં રાખેલ છે તેની જાણ કરવી. જો કુટુંબ/મિત્ર બીજા જિલ્લામાં કે શહેરમાં હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનને 8-12 કલાકમાં ટેલિગ્રામ દ્વારા જાણ કરવી. ધરપકડની માહિતી જિલ્લા/શહેર પોલીસ કંટ્રોલે પ્રદર્શિત કરવી. [5] ધરપકડની માહિતી : ધરપકડની નોંધ પોલીસે સ્ટેશન ડાયરીમાં કરવી. તેમાં ધરપકડની જાણ કોને કરી છે તેનું નામ લખવાનું રહેશે. ધરપકડ કરનાર અધિકારીનું નામ લખવું પડશે. [6] મેડિકલ તપાસ : 48 કલાકની અંદર ધરપકડ કરાયેલ વ્યક્તિની મેડિકલ તપાસ કરાવવી પડશે. [7] કાનૂની સલાહ લઈ શકે : ધરપકડ કરાયેલ વ્યક્તિને વકીલની સલાહ લેવાનો અધિકાર છે. [8] સ્થાનિક મેજિસ્ટ્રેટને જાણ કરવી : ધરપકડ અંગે સ્થાનિક મેજિસ્ટ્રેટને ધરપકડ સંબંધી બધા દસ્તાવેજની એક નકલ મોકલવી પડશે. [9] પોલીસ કન્ટ્રોલ રુમ : દરેક જિલ્લા/શહેરમાં પોલીસ કંટ્રોલ રુમ સ્થાપિત કરવો. દરેક ધરપકડની માહિતી 12 કલાકની અંદર પોલીસ કંટ્રોલ રુમને આપવી. આ માહિતી લોકોની જાણકારી માટે નોટિસ બોર્ડ પર મૂકવી.

સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ સુપ્રિમકોર્ટની સૂચનાઓનું પાલન કરે છે?પોલીસ એક કર્મકાંડ મુજબ આ સૂચનાઓનું પાલન કરે છે, પરંતુ જોવા એવું મળે છે કે જેની પાસે સત્તાપક્ષની ઓળખાણ ન હોય/ સામાજિક કે આર્થિક દરજ્જો ન હોય/ વંચિત, ગરીબ કે મધ્યમ વર્ગની વ્યક્તિઓ હોય તેમને પોલીસ બરાબર ઝૂડે છે, અપમાનિત કરે છે, ત્રાસ આપે છે; જ્યારે પોલીસ, સત્તાપક્ષ સાથે જોડાયેલ ગુંડાની લાજ કાઢે છે ! સુપ્રિમકોર્ટ ગમે તેટલી સૂચનાઓ આપે છતાં પોલીસનો ત્રાસ ઘટ્યો નથી. ઊંટ કાઢે ઢેકા તો પોલીસ કાઢે કાઠા ! કુદરતે જ્યારે ઊંટ બનાવ્યું ત્યારે ઢેકા ન હતા. તેના કારણે માણસ ઊંટ પાસેથી વધુ કામ લેતો. તેથી તેણે કુદરત પાસે અરજ કરી. એટલે ઊંટની પીઠ પર ખૂંધ ઉપસી આવી. માણસ માટે ઊંટ પર સવારી કરવાનું મુશ્કેલ બન્યું. એટલે એણે ઊંટ પર બેસવા માટે લાકડાનું પલાણ બનાવ્યું. ફરી ઊંટની દશા તો હતી એ જ રહી. દર વખતે પોલીસ પલાણ બનાવી કાઢે છે ! ધરપકડ કરનાર પોલીસ સુપ્રિમકોર્ટની સૂચનાઓનું પાલન ન કરે તો તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય; તેમજ કોર્ટના તિરસ્કારની સજા માટે જવાબદાર બને. પરંતુ સુપ્રિમકોર્ટના આ ચૂકાદા બાદ કોઈ પોલીસને દાખલારુપ ખાતાકીય સજા થઈ હોય કે કોર્ટના તિરસ્કાર બદલ અસરકારક સજા થઈ હોય, તેવું બન્યું નથી; એ શું સૂચવે છે?rs

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!