GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વાહનચોરીના કેસમાં ગોધરા LCB ને મળી મોટી સફળતા: ₹85 હજારની બે બાઇક સાથે આરોપી પકડાયો.

તારીખ ૧૨/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાની ટીમે વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા બનાવો ડિટેક્ટ કરવાની ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે કુલ રૂ. ૮૫,૦૦૦/- ની કિંમતની બે ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીની અટકાયત કરી છે.

LCB સ્ટાફ ને ખાનગી બાતમીદારથી સચોટ માહિતી મળી હતી કે, ગોધરા-વડોદરા હાઇવે રોડ પર આવેલ લીલેસરા GEB પાસે એક ઈસમ કાલોલ શહેરમાંથી ચોરેલી બે મોટરસાયકલો વેચવા માટે ગ્રાહકની રાહ જોઈને બેઠો છે.

બાતમીના આધારે LCB PSI એચ.આર. જેતાવત તથા સ્ટાફના માણસોએ લીલેસરા GEB પાસે ખાનગી વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબના ઈસમને બે મોટરસાયકલ સાથે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. મોટરસાયકલની માલિકી અંગેના કાયદેસરના આધાર-પુરાવા માંગતા આરોપી પાસે કોઈ કાગળો ન હોવાથી તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે પોતાના સહ-આરોપી જકવાન ઉર્ફે મછીયો ફારૂક મોહન સાથે મળીને આજથી આશરે ૧૦ દિવસ પહેલા કાલોલ બોરૂ ટર્નિંગ પાસેથી પલ્સર બાઇક ની ચોરી કરી હતી. અને આજથી આશરે ૧૫ દિવસ પહેલા દેલોલ ગામેથી હીરો સ્પ્લેન્ડર બાઇક ની ચોરી કરી હતી. આરોપી સાદીક મહોમદહનીફ ભીસ્તી (રહે. ઈમરાન મસ્જિદ પાસે, સીગ્નલ ફળીયા, ગોધરા, જી. પંચમહાલ સહ-આરોપી જકવાન ઉર્ફે મછીયો ફારૂક મોહન (રહે. ઈમરાન મસ્જિદ પાસે, ગોધરા, જી. પંચમહાલ) ની શોધખોળ ચાલુ કરી મુદ્દામાલ કુલ કિંમત રૂ. ૮૫,૦૦૦/ ની બે મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર વગરની) – ચેસીસ નં. MBLHAW224P5M01338 (કિંમત રૂ. ૫૦,૦૦૦/-)પલ્સર મોટરસાયકલ (નંબર વગરની) – ચેસીસ નં. MD2A12DZ6DCA88821 (કિંમત રૂ. ૩૫,૦૦૦/-)આ મામલે ગોધરા LCB પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!