વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૫ જાન્યુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિતિક કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકોને જોડીને કરતુ આવી રહ્યુ છે, ચાલુ વર્ષે પણ ભગવાન બીરસા મુંડા જન્મ જયંતી, રાણી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જન્મજયંતી જેવા સફળ કાર્યક્રમો યોજી સમાજમાં અલગ છાપ બનાવી છે. ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નિયમિત કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ જે ૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ થી ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે. આવા જ એક કર્તવ્યબોધ દિનની ઉજવણી મુંદરા તાલુકાના ઝરપરા ગામ મધ્યે સરકારી હાઇસ્કૂલમાં કરવામાં આવેલ હતી. જેની શરૂઆત દિપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી. આવેલ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત ABRSM ના મહિલા સહમંત્રી નીધીબેન રાજગોર કરેલ હતુ. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી મુરજીભાઇ ગઢવી (એ.ઈ.આઈ અને શાસન અધિકારી શ્રી અંજાર શહેર) એ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. મુખ્ય વક્તા સહ સંગઠન મંત્રી પ્રા.શૈ. મહાસંઘ શ્રી અનિલભાઇ રાઠોડ કે જેઓએ બંને મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવુ જોઈએ અને સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનુ પણ વહન કરવુ જોઈએ એમ જણાવેલ હતુ. વળી, તેમણે ભગવદ ગીતાના સિધ્ધાંત અનુસાર પોતાના કર્મ ને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરેલ હતી. આભાર વિધિ અને કલ્યાણ મંત્ર ABRSM- મુંદરા તાલુકા અધ્યક્ષ કલ્યાણભાઈ ગીલવા એ કરાવેલ હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ માધ્યમિક સંગઠન મંત્રી પુનશીભાઈ ગઢવીએ કરેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્ચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ મંત્રી નિલેશભાઈ વાઘેલા, મેઘરાજભાઈ ટાપરીયાએ ખાસ યોગદાન આપેલ હતુ, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.