GPCB જામનગરની કાર્યવાહી-કેનાલના પાણીના નમુના લેવાયા
૫૮ કારખાનેદારો સામે પગલા, જામનગર રીજનલ ઓફીસે અગાવ પણ લીધા હતા
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમાં અમુક કેનાલો એમ નમ જામ રહે છે જેમાં કચરા ગંદકી હાનીકારક ત ત્વો ભેગા થઇ કેનાલ તો બગાડે છે સાથે સાથે જમીનના તળ તેમજ અસજુબાજુની જમીન હવા પાણી વગેરે પણ બગાડે છે ત્યારે કેનાલ સંદર્ભે ગુજરાત પ્રદુષણ નિયંતણ બોર્ડ (GPCB) ની જામનગર ઓફીસના રીજનલ ઓફીસર શ્રી ભટ્ટની સુચનાથી કચેરીના નાયબ ઇજનેર શ્રી વ્યાસ તેમજ સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તા: ૨૯/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ફરિયાદ મળેલ કે, રણજીતસાગર રોડ પરની કેનાલના પાણીના વહેણમાં સફેદ ફીણ જણાયેલ છે. જેના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ તા: ૩૦/૧૧/૨૦૨૪ ના સદર સ્થળેથી પાણીના નમૂના પૃથ્થકરણ અર્થે લીધેલ છે.
વધુ તપાસ દરમ્યાન જણાય છે કે, સદર ફીણ થવાની ઘટના સવારે અને સાંજના સમયે બને છે, જે સામાન્યતઃ ઘરગથ્થું ગંદાપાણીમાં ડીટરજન્ટ અને સાબુના વપરાશને કારણે હોઇ શકે.
વધુમાં દરેડ, શંકરટેકરી અને આસપાસાના વિસ્તારોમાં છેલ્લા છ માસ દરમ્યાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કુલ ૨૩૭ એકમોની તપાસ કરવામાં આવેલ છે અને જે પૈકી ૫૮ એકમો સામે બોર્ડ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ અંગે વિગતનુ સ્કલન કરતા તેમજ તસવીરો પુરી પાડતા જાગતા પ્રહરી પરેશ એચ.દવે એ જણાવ્યુ હતુ કે પર્યાવરણ જાળવણી સૌ ની ફરજ છે પ્રદુષણ નિયંત્રણ ના પગલા સામે પર્યાવરણ જાળવણીની દિશામાં સૌવ હજુય વધુ વિચારે અને ઘટતુ કરે તે સમયની માંગ છે
_____________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
જામનગર
8758659878