
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં જન્માષ્ટમીના પાવન પર્વની આંગણવાડી કેન્દ્રોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, મોડાસા, બાયડ, ભિલોડા, માલપુર સહિતના તાલુકાઓના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.આંગણવાડી કેન્દ્રોમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાનકડા ભૂલકાઓએ શ્રીકૃષ્ણ અને રાધા સહિત વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી જન્માષ્ટમીની ઉજવણીમાં રંગ પૂર્યો હતો.
વિવિધ કેન્દ્રોમાં બાળકો દ્વારા કૃષ્ણના બાળ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન સમગ્ર કેન્દ્રો ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યા હતા.આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોને જન્માષ્ટમી પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.



