વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૦૧ ઓક્ટોબર : ચેસ ઓલિમ્પિયાડ 2024ની ગોલ્ડ મેડલવિજેતા ટીમના ગ્રાન્ડમાસ્ટરપ્રજ્ઞાનંધાએઅદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનો આભાર માન્યો છે.ગૌતમ અદાણીએઆપેલાસહકારબદલ પ્રજ્ઞાનંદે તેમનાપ્રત્યે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ભારતે 97 વર્ષ બાદચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેવામાં ગૌતમ અદાણીએ વિજેતા ટીમની ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગ્રાન્ડમાસ્ટરપ્રજ્ઞાનંદે ગૌતમ અદાણીની પ્રસંશા કરતાકહ્યું હતું કે “સફળતાની આ યાત્રામાં ઘણા લોકોએ મને સાથ-સહકાર આપ્યો છે, જેમાં મારા માતા-પિતા, મારા ટ્રેનર્સ, મારા પ્રથમ સ્પોન્સર અને છેલ્લા એક વર્ષથી મને સહાય કરી રહેલાઅદાણી ગ્રુપનો સમાવેશ થાય છે. હું ખરેખર અદાણી ગ્રૂપનો ખૂબ જ આભારી છું.”ગૌતમ અદાણીએ અગાઉ ચેસ ઓલિમ્પિયાડ-2024ની ગોલ્ડ મેડલવિજેતાટીમનેપાઠવેલા અભિનંદનનીગ્રાન્ડમાસ્ટરે પ્રતિક્રિયા આપી હતી. પ્રજ્ઞાનંધાએ તેમાંગૌતમ અદાણીના સહકાર અને સમર્થન બદલ આભાર માન્યો હતો. પ્રજ્ઞાનંદે ખૂબ જ ઓછા સમયમાં ચેસમાં પોતાનું નામ ઘણું ઊંચું કરી લીધું છે.પ્રજ્ઞાનંદે વધુમાં જણાવ્યું હતું કે, “અદાણી ગ્રૂપે મને ત્યારે ઘણી મદદ કરી છેજ્યારે તાલીમની સૌથી વધુ જરૂર હતી. અદાણી ગ્રૂપ મને તમામ સંભવિત મદદ કરી રહ્યું છે. હું આ વર્ષની શરૂઆતમાં પણગૌતમ અદાણી સરને મળ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે મારે ભારત દેશ માટે એક લક્ષ્ય નિર્ધાર કરવું જોઈએ. હું અદાણી સરના સમર્થન માટે ખરેખર ખૂબ જ આભારી છું”.
https://x.com/ANI/status/1839972595120091283(for Video)ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા (x) પર પોસ્ટ શેર કરીને ભારતીય ચેસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે “ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે! ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરૂષ અને મહિલા બંને ટીમોને અભિનંદન! ભારત ચેસની રમતમાં પોતાનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરી રહ્યું છે, જેનોઉદભવ ભારતમાં જથયો હતો.”
ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદ ભારતના સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડી છે. રમત કૌશલ્યથી તે ભારતને સતત ગૌરવ અપાવી રહ્યા છે.