Rajkot: શ્રી કે, જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં “માતુશ્રી ચંદ્રિકાબેન પ્રફુલભાઇ જસાની સેન્ટ્રલી એસી ઓડિટોરિયમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

તા.૮/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જૈન આગેવાનો – દાતાઓ દ્વારા શાળાને દત્તક લઇ રૂ. એક કરોડના ખર્ચે અખબારી યાદી
શ્રી કે, જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં “માતુશ્રી ચંદ્રિકાબેન પ્રફુલભાઇ જસાની સેન્ટ્રલી એસી ઓડિટોરિયમનો* ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો ::-
જૈન આગેવાનો – દાતાઓ દ્વારા શાળાને દત્તક લઇ આધુનિકરણ કરાયુ: અદ્યતન સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિક ને કોમ્પ્યુટર લેબનું નવીનીકરણ કરાયુ
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, પ.પૂ. સ્મિતાબાઈ મહાસતીજી સહિતના જૈન આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ
Rajkot: રાજકોટ શહેરના મધ્ય વિસ્તારમાં સ્થિત સરકાર માન્ય “કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ”નો સર્વાંગી નવીનીકરણ કરવામાં આવ્યુ છે. જે માટે જૈન દાતાઓઓ દ્વારા આશરે રૂ. એક કરોડનું દ્વારા એકત્રિત કરીને શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તાજેતરમાં શાળાના પ્રાર્થનાખંડને શ્રી પ્રફુલભાઈ જસાણી અને શ્રીમતી દેવલબેન અચ્યુતભાઈ જસાણીના અનુદાનથી માતૃથી ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી ઓડિટોરિયમ જે સંપૂર્ણપણે એરકન્ડિશન બનાવાયો છે તેનું ઉદ્ઘાટન જસાણી પરિવારના શુભ કરકમલો દ્વારા ભવ્ય રીતે સંપન્ન થયું હતું.

આ શાળામાં ધો. ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી ૭૦૦થી વધુ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. એક વર્ષ અગાઉ શાળાની પરિસ્થિતિ ધ્યાનમાં આવતા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન તથા સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન દ્વારા એક નોંધપાત્ર સેવાકીય પહેલ કરાઈ છે. આ જૈન ગ્રુપ દ્વારા આ શાળાને દત્તક લઇ તેને આધુનિક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. અદ્યતન સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિકનું આધુનિકીકરણ, કોમ્પ્યુટર લેબનું આધુનિકરણ આધુનિકરણ, સેન્ટ્રલી એસી જસાણી ઓડિટોરિયમનું નિર્માણ કરાયું છે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જસાણી પરિવારને અભિનંદન આપી દીકરીઓને શાળામાં થતા અભ્યાસનો ખરા અર્થમાં લાભ લેવા જણાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખશ્રી હરેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મહાસતીજીઓ પરમ પૂજ્ય શ્રી ગુરુણી હીરાબાઈ સ્વામીના આણાવર્તી શ્રી સ્મિતાબાઈ સ્વામી પધારેલા પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરે અને દેશ-દુનિયામાં શાળા, કુટુંબ અને દેશનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ શ્રી હરેશભાઈ વોરાએ પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ કરેલી મહેનત રંગ લાવી છે તેમ કહી અભ્યાસ કરતી દીકરીઓને શાળામાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

આ અગાઉ આ જૈન ગ્રુપ દ્વારા વોરા સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ લેબોરેટરી અને મહેતા અને ઉદાણી કોમ્પ્યુટર લેબોરેટરીના નિર્માણમાં સંપૂર્ણ સહયોગકર્યોં હતો.

ઉદયાચલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડ્યા, ડૉ. ભાવેશ દવે આ બંનેએ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ તેમજ સંગીની જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉનના સ્થાપકો ડૉ. રાજુ કોઠારી તથા દર્શના કોઠારી તેમજ યોગેન રેનુ મહેતાની આગેવાની હેઠળ પ્રમુખ સૌરભ કોમલ સંઘવી, સેક્રેટરી નીરવ કોમલ વોરા, કુલદીપ કુંજલ વોરા આર્કિટક તથા ઉપપ્રમુખ પરાગ મોના ઉઠાણી તથા પ્રોજેક્ટ ચેરમેન પ્રણવ તોરલ મહેતા તથા ગ્રુપના કમિટીના તમામ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

ઓડિટોરિયમનો ઉદ્ઘાટન સમારોહમાં તક્તિનું અનાવરણ જસાણી પરિવારના કરકમલો દ્વારા સંપન્ન થયું હતું. માં સરસ્વતીની વંદના બાદ મહેમાનોનું સુતરની આંટીથી સ્વાગત થયુ હતું. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા કોટેચા સ્કૂલનો પરિચય શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ભાનુપ્રસાદ પંડ્યા દ્વારા આપવામાં આવ્યો હતો. શાળાના સમગ્ર પ્રોજેક્ટનો વિસ્તૃત પરિચય જેઓ આ શાળાના શિક્ષણની સતત ચિંતા કર્યા કરે છે તેવા ડૉ.રાજુભાઈ કોઠારીએ આપ્યો હતો.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ ડૉ. શકુંતલાબેન નેને, શ્રી નીલાબેન ત્રિવેદી, શ્રી સ્મિતાબેન રૂપાપરા, શ્રી જયેશભાઈ મહેતા અને ક્ષી પ્રમોદભાઈ મહેતાએ ઉપસ્થિત રહી આજના પ્રસંગને દીપાવ્યો હતો. તેમ પ્રોજેક્ટ કોર્ડીનેટર પ્રણવ તોરલ મહેતાની યાદીમાં જણાવ્યું હતું.
કરાયુ: અદ્યતન સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિક ને કોમ્પ્યુટર લેબનું નવીનીકરણ કરાયુ
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, પ.પૂ. સ્મિતાબાઈ મહાસતીજી સહિતના જૈન આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ
શહેરના મધ્ય વિસ્તારમાં સ્થિત સરકાર માન્ય “કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ”નો સર્વાંગી નવીનીકરણ કરવામાં આવ્યુ છે. જે માટે જૈન દાતાઓઓ દ્વારા આશરે રૂ. એક કરોડનું દ્વારા એકત્રિત કરીને શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તાજેતરમાં શાળાના પ્રાર્થનાખંડને શ્રી પ્રફુલભાઈ જસાણી અને શ્રીમતી દેવલબેન અચ્યુતભાઈ જસાણીના અનુદાનથી માતૃથી ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી ઓડિટોરિયમ જે સંપૂર્ણપણે એરકન્ડિશન બનાવાયો છે તેનું ઉદ્ઘાટન જસાણી પરિવારના શુભ કરકમલો દ્વારા ભવ્ય રીતે સંપન્ન થયું હતું.
આ શાળામાં ધો. ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી ૭૦૦થી વધુ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. એક વર્ષ અગાઉ શાળાની પરિસ્થિતિ ધ્યાનમાં આવતા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન તથા સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન દ્વારા એક નોંધપાત્ર સેવાકીય પહેલ કરાઈ છે. આ જૈન ગ્રુપ દ્વારા આ શાળાને દત્તક લઇ તેને આધુનિક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. અદ્યતન સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિકનું આધુનિકીકરણ, કોમ્પ્યુટર લેબનું આધુનિકરણ આધુનિકરણ, સેન્ટ્રલી એસી જસાણી ઓડિટોરિયમનું નિર્માણ કરાયું છે