ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શેઠ ડી.સી. કાપડિયા કોલેજ બોડેલી ખાતે એક દિવસીય ટ્રેનર રિફ્રેશ તાલીમ યોજાઈ
યોગ, પ્રાણાયામ, એક્યુપેશર, યોગનિંદ્રા મેડીટેશન, આયુર્વેદ જેવા વિષયો પર એક્સપર્ટ દ્વારા તાલીમ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની એક દિવસીય યોગ ટ્રેનર રીફ્રેશ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન એવા ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ટ્રેનર રિફ્રેશ તાલીમ શેઠ ડી.સી. કાપડિયા કોલેજ બોડેલી ખાતે રાખવામાં આવી હતી.
આ તાલીમમાં યોગ શિક્ષકોને છોટાઉદેપુર જિલ્લામાં વધારેમાં વધારે ક્લાસ ચાલુ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. તેમને યોગ, પ્રાણાયામ, એક્યુપેશર, યોગનિંદ્રા, મેડીટેશન, આયુર્વેદ જેવા વિષયો પર એક્સપર્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોડીનેટર રાજેશભાઈ પંચાલ, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર રોહિણીબેન પટેલ, ક્લાસ ઇન્ફેક્શન શિલા મનોજ, સોશિયલ મીડિયા કોર્ડીનેટર રિષિકાબેન, વૈશાલીબેન, તમામ તાલુકાઓના કોચ તથા ટ્રેનરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર