ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ૦૫ જૂન, ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિતે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે “My Theli” ઇવેન્ટ યોજાય…
ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ૦૫ જૂન, ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિતે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે “My Theli” ઇવેન્ટ યોજાય...
ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ૦૫ જૂન, ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિતે તમામ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે “My Theli” ઇવેન્ટનું આયોજન તા. ૦૩ જુન ૨૦૨૫ થી ૩૧ ઓકટોબર ૨૦૨૫ સુધી દર ગુરુવાર અને શુક્રવારના રોજ મહાનગરપાલિકા, જૂનાગઢના તમામ વોર્ડમાં આયોજન કરવામાં આવશે. જેમાં શહેરીજનો દ્વારા આપવામાં આવેલ જૂના કપડાઓ માંથી સ્વસહાય જૂથના બહેનો દ્વારા વિના મુલ્યે થેલી બનાવી આપવામાં આવશે.જેથી કાપડની થેલીનો ઉપયોગ કરી પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ન કરવામાં સહભાગી બનશે, જે મુજબ તા.૦૩/૦૬/૨૦૨૫ રોજ વોર્ડ નં. ૧ અને ૨ માં અર્બન હેલ્થ સેન્ટર, દોલતપરા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં અંદાજીત ૬૦ શહેરીજનોએ લાભ મેળવેલ છે.આ ઇવેન્ટ પ્રોજેકટ ઓફિસરશ્રી ગીરાબેન જોષીના માર્ગદર્શન હેઠળ તેમજ મેનેજરશ્રી કનેરિયા ઉર્વીશાબેન દ્વારા કેમ્પની શરૂઆત કરવામાં આવેલ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ