જામનગરમાં સ્રી વિકાસગૃહમાં ગુરૂ વંદના
જામનગરમાં સ્રી વિકાસગૃહમાં ગુરૂ વંદના
જામનગર (નયના દવે)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગુરપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી.
સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર નાં સાન્નિધ્ય માં આ પવિત્ર પ્રસંગ ઉજવાયો.સંસ્થા ની લાભાર્થી દીકરી દ્વારા સુત્રમાળા થી ગુરુ વંદના કરવામાં આવી. ત્યાર બાદ, અધ્યાપન મંદિર અને હાઈ સ્કુલ વિભાગ ની વિદ્યાર્થિની દ્વારા પ્રસંગ ને અનુરૂપ રજુઆત કરવામાં આવી. માં.મંત્રી શ્રી સુચેતબેન એ દ્રષ્ટાંતો દ્વારા ગુરુ મહિમા ની વાત કરી.
ગુરુ સંદેશ આપતાં શ્રી કરશનભાઈ ડાંગર એ સૌ ને પર્વ ની શુભેચ્છા આપી ગુણ ગ્રાહી બનવા ની શીખ આપી. સંસ્થાના પૂર્વસુરીઓ ને વંદન કરી તેમણે સૂચવેલા માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો. હાઈ સ્કુલ નાં આચાર્યા શ્રી હીના બેન તન્ના એ સૌ નો આભાર માન્યો. કાર્યક્રમ નું સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું. સંસ્થા પરિવાર નાં સૌ હાજર રહ્યાં હતાં.