GUJARATJUNAGADHKESHOD

સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે ગુરૂપૂર્ણિમાની ખુબજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે ગુરૂપૂર્ણિમાની ખુબજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ કેશોદ માંથી ડૉ.તન્ના સાહેબ અને ભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આપણી સંસ્કૃતિ ને અનુરૂપ આ ઉત્સવો ઉજવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન તેમજ માતા- પિતા નાં પૂજન કે આશીર્વાદ લેવા અંગે સમજણ આપી હતી.ત્યારબાદ શાળામાં પ્રથમ આવેલ બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે શાળાના દરેક શિક્ષકોનું વિદ્યાર્થિનીઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજન કર્યું હતું.આ કાર્યક્રમ માં શાળાની વિશાળ સંખ્યા માં બહેનોએ વકતૃત્વ અને ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો આજના કાર્યક્રમ નું તમામ સંચાલન પણ શાળાની દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.મહેમાનોનું શાબ્દિક સ્વાગત ભટ્ટ સાહેબ દ્વારા અને આભારવિધિ કરમટા સાહેબ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ નાં અંતે પધારેલ મહેમાનોના હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!