GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા પૈસા નહી જમા કરાવીને છેતરપીંડી આચરતા પોલીસ ફરિયાદ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૯.૨૦૨૪

હાલોલ ની ફાઇનાંસ કંપની માં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતા કર્મચારીએ 7 જૂન થી 20 જૂન સુધીમાં 178 ગ્રાહકો પાસેથી કાર્ડમાં સહિ કરી કેટલાકને પહોંચ આપી અને કેટલાકને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રૂપિયા 283423 ની રકમ ઉઘરાવી ફાઈનાસ કંપની માં જમા ન કરાવી પોતાના અંગત વપરાશ માટે વાપરી નાખી ફાઇનાસ કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ હાલોલ ટાઉન મથકે નોંધાતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલી આઇ.આઇ.એફ.એલ સમસ્થા ફાઈનાંસ કંપની લિમિટેડ કંપની ના ફાઈનાસ મેનેજર અશોકકુમાર ભારતસિંહ પરમાર નાઓએ હાલોલ પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી ફાઇનાસ કંપની મહિલાઓને ગ્રુપ લોન આપવાની કામગીરી કરે છે.અને મહિલાઓને 45 થી 70 હજાર સુધી ની લોન આપે છે જે લોન બાવન હપ્તામાં ચુંકતે કરવાની હોય છે જે લોન ની રિકવરી માટે ફિલ્ડ માં કલેક્શન કરવા માટે માણસો રાખવામાં આવે છે જેમાં અમારી ફાઈનાસ કંપની માં રોહિતભાઈ નરવતભાઈ સરાનિયા રહે. લસબાની તા.ગોધરા જી.પંચમહાલ નાઓ છેલ્લા બે વર્ષ ઉપરાંત થી ફિલ્ડ મા કલેક્શન કરવાનું કામ કરે છે તેઓએ 19 જૂન ના રોજ સાંજે સમય થઇ ગયો હોવા છતા કલેક્શન કરેલા પૈસા બ્રાન્ચ ઉપર જમાં કરાવવા આવેલ નહિ જેથી ફરિયાદીએ આરોપી રોહિતભાઈ ને ફોન કરી જણાવ્યુ હતું કે કલેકશન કેટલું થયું છે જે જમાં કરાવી જાવ તેમ કહેતા આરોપીએ જણાવ્યુ હતું કે મે 84,300 નું કલેક્શન કર્યું છે પરંતુ કલેક્શન ના રૂપિયા ક્યાંક પડી ગયા છે.બીજા દિવસે આરોપી રોહિતભાઈ બ્રાન્ચ પર આવ્યા હતા અને જણાવ્યું હતું કે કલેકશન ના પૈસા બે દિવસ માં જમાં કરાવી દઈશ પરંતુ જમાં ન કરાવતા બ્રાન્ચ મેનેજરે તેમના ઉપલા અધિકારીને જાણ કરી હતી.જેને લઇ બ્રાન્ચ નું વિજિલન્સ ઓફિસર દ્વારા ઓડિટ કરાતા જાણવા મળ્યું હતું કે રોહિતભાઈ એ 178 ગ્રાહકો પાસેથી કાર્ડમાં સહિ કરી કેટલાકને પહોંચ આપી અને કેટલાકને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રૂપિયા 283423 ની રકમ ઉઘરાવી ફાઈનાસ કંપની માં જમા ન કરાવી પોતાના અંગત વપરાશ માટે વાપરી નાખી વિશ્વાસઘાત કર્યા હોવાનુ જનાઈ આવતા ઊંચ અધિકારીઓની સૂચના મુજબ ફરિયાદી અશોકભાઈ પરમારે રોહિતભાઈ સરાનિયા સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!