હાલોલ:પીએમ શ્રી હાલોલ કન્યા શાળામાં શાળાનો સ્થાપના દિવસ તથા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૪.૨૦૨૫
પીએમ શ્રી હાલોલ કન્યા શાળામાં શાળાનો સ્થાપના દિવસ તથા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીએમ શ્રી હાલોલ કન્યાશાળામાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થતા હોય છે જેનો ચિત્તાર શાળાના આચાર્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો જેમાં એક્સપોઝર વિઝીટ, ફિલ્ડ વિઝીટ અંતર્ગત વિવિધ સ્થોમાં પ્રવાસ ઇકો ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ વિજ્ઞાન મેળા, ગણિત મંડળની પ્રવૃતિઓ,ક્વિઝ સ્પર્ધા, સેફ ડિફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવે છે તેમ શાળાના આચાર્ય દ્વારા જણાવ્યું હતું. જ્યારે આ પ્રસંગે હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ,ઉપપ્રમુખ ડૉ.સંજયભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ,વોર્ડ નંબર પાંચ ભાજપના કોર્પોરેટર અહેસાનભાઈ વાઘેલા,કેળવણી નિરક્ષક જયદીપભાઇ બારીયા, સી.આર.સી કો.ઓ. બાલકૃષ્ણભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ અકીલભાઈ ખત્રી,એસએમસી શિક્ષણવિદ ઇરફાનભાઇ શેખ,હાલોલ કુમારશાળાના આચાર્ય દિનેશભાઈ પરમાર સહિત શાળાના શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.