GUJARAT

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી તેમજ અગ્રેજી માધ્યમનું ઝળહળતું પરિણામ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૫.૨૦૨૬

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં યોજાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ નું આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા પરિવારમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.હાલોલ ના ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ ગુજરાતી માધ્યમનું વિજ્ઞાન પ્રવાહનું 57.25 % પરિણામ આવ્યું છે. જેમાં હરવીબેન રઘુનાથસિંહ રાઠોડ 94.27 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જાનકીબેન રાજેશકુમાર ચૌહાણ 91.64 પર્સન્ટાઈલ સાથે બીજા ક્રમાંકે તેમજ રીયાબેન રાજેન્દ્રસિંહ સીસોદીયા 90.79 પર્સન્ટાઈલ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે અવનીબેન અશોકભાઈ મહીડા એ 87.72 પર્સન્ટાઇલ સાથે ચોથા ક્રમાંકે ઉત્તરીય થયા હતા. જયારે અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહ નું શાળાનું 84 ટકા પરિણામ આવ્યું છે, જેમાં જીત એસ મંદલ 88.15 પર્સન્ટાઈલ સાથે પ્રથમ, પ્રિયા એસ યાદવ 85.53 પર્સન્ટાઈલ સાથે બીજા ક્રમે જયારે વિશાલ આર સરોજ 85.42 પર્સન્ટાઈલ સાથે ત્રીજા ક્રમે આવેલ છે.જયારે ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહ માં શાળાનું 91.08 ટકા પરિણામ આવ્યું છે.જેમાં સચિનકુમાર.આર.પરમાર 94.58 પર્સન્ટાઈલ સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે શ્રુષ્ટિ એન શાહ 93.79 પર્સન્ટાઈલ સાથે બીજા સ્થાને જયારે રાહુલ ડી સેન 93.53 પર્સન્ટાઈલ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જ્યારે અંગ્રેજી માધ્યમ સામાન્ય પ્રવાહ નું શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.જેમાં દિયા.પી.શાહ 97.88 પર્સન્ટાઈલ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.પરી.એમ.શર્મા અને ભાવિ.બી. વરસાણી એ 96.72 પર્સન્ટાઈલ સાથે બંને એ બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.જયારે દિવા.વી.વાનાણી એ 95.89 પર્સન્ટાઇલ સાથે શાળામાં ત્રીજા સ્થાને ઉત્તરીય થતા શાળાનું ગૌરવ વધ્યુ હતું.જ્યારે અંગ્રેજી માધ્યમ સાયન્સ પ્રવાહ નું 84 ટકા પરિણામ આવ્યું છે.જેમા જીત.એસ.મંડળ 95.03 પર્સન્ટાઈલ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.જ્યારે પ્રિયા.એસ.યાદવ 90.88 પર્સન્ટાઈલ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે,વિશાલ.આર.સરોજ 95.26 પર્સન્ટાઈલ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.જેને લઈને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળા પરિવાર દ્વારા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!