કેશોદના જુના પ્લોટ માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર માં હાટડી અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પ્રબોધીની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ આજરોજ ચતુરમાસ પૂર્ણ થતા હોય ત્યારે આ ચાર માસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક શાકભાજી ખવાતી નથી પરંતુ ચતુર્માસ દરમિયાન આ શાકભાજી ખાવાની ભગવાન સ્વામિનારાયણ દ્વારા મંજૂરી આપવામાં આવે છે જેમકે રીંગણા, મૂળા, વાલોર વગેરે દેવ પોઢી એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી હરિભક્તો આ શાકભાજી ખાતા નથી પરંતુ ચતુર માસ બાદ આ શાકભાજી ખાવામાં આવે છે સ્વામી મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા ના જણાવ્યા મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે કચ્છમાં વિચરણ કરતા હતા ત્યારે એક ગામમાં તેઓ કચરા ભગત નામના હરિભક્તો અને ત્યાં જમવા ગયા હતા અને તે શાકભાજીનો વેપાર કરતો હતો તેમના પત્ની ઘરે ન હોવાથી ભગવાન માટે તે પોતે રોટલા બનાવે છે અને ભગવાન તેમના વતી શાકભાજીની હાટડી પર બેસી અને શાકભાજી નો વિતરણ કરે છે તે પરંપરા મુજબ આજના દિવસે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને શાકભાજીનો અન્નકુટધરી અને દરેક હરિભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ