બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૬/૦૭/૨૦૨૪
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુટ, મોવી ગામો ખાતે સ્ટોપ ડાયેરિયા અભિયાન અંતર્ગત આઈ.ઈ.સી પ્રવૃત્તિ હેઠળ ચાંદીપુરા વાયરસના કારણે આરોગ્ય વિભાગ અને એસ.બી.એમ કર્મચારીઓ દ્વારા સ્વચ્છ ગામ /શુદ્ધ જલ બહેતર કલ/ હેઠળ નિર્મળ ગુજરાત થીમ આધારિત પ્લાસ્ટિક મુક્ત ગામ અને પાણીના ટાંકામાં કલોરીન,જંતુનાશક પાવડર દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
આ તબક્કે આરોગ્ય વિભાગના કર્મચારી પ્રવીણભાઈ તેમજ સમગ્ર ટીમે સાથે દ્વારા તેમજ પ્રાથમિક શાળા મોવી બાળકો રોગચાળાને રોકવા માટે સાવચેતીના પગલાં તેમજ સ્વચ્છતા અંગે અને યોજનાકીય વિસ્તૃત જાણકારી આપી હતી.