અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
હેલ્થ એવરનેસ કેમ્પ ઉમિયા મંદિર અરવલ્લી મોડાસા ખાતે બહેનો માટે સર્વાઇકલ રસી કેમ્પમાં ગ્લુકો બિસ્કીટનું વિતરણ.
શ્રી ઋષિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી ના કોર્ડીનેટર ચંદનબેન પટેલ દ્વારા સંયોજિત બહેનો માટે હેલ્થ એવરનેસ કેમ્પ મા અમદાવાદ થી આવેલ હેલ્થ ટીમ દ્વારા સર્વાઇકલ રસી શ્રી ઉમિયા મંદિર પરિસરમાં આપવામાં આવી. મોટી સંખ્યામાં બહેનો એ રસીકરણ કર્યું. શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ મનોજ ગોંગીવાલા દ્વારા આ કેમ્પ તેમજ ધી યમુના બચત ધિરાણ મંડળી દ્વારા સેવારત રવિવારીય પંચામૃત અલ્પાહાર યોજના માં અધ્યાપક શ્રીએ અગિયારસો પેકેટ્સ ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કર્યું. ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે 39 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.