GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગાયનેક ડોક્ટર એસોસિએશન દ્વારા યોજાયેલા વર્કશોપમાં પી.સી.પી.એન.ડી.ટી. અંગે માર્ગદર્શન આપતા આરોગ્ય અધિકારી

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ સંબંધે ગાયનેક ડોકટર એશોશીએશનના પ્રેસિડન્ટ ડો.જિજ્ઞાબેન ગણાત્રાના અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાયો હતો.જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફૂલમાલીએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અને સેક્સ રેશીયો જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ઓન લાઇન એન્ટ્રીની સાથે ફીઝીકલ રેકર્ડ નિભાવવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો તેમજ તમામ ગાયનેક હોસ્પિટલોને રજીસ્ટર ફરજીયાત અને સમયસર નિભાવવા અપીલ કરી હતી. સામાજિક ઉત્કર્ષ માટે ગાયનેક તબીબો દ્વારા કઇ રીતે સહકાર આપી શકાય તે વિષે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વર્કશોપમાં જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો.અરવિંદ અસ્થાના તથા રાજકોટ જિલ્લાના કુલ ૫૦થી વધુ ગાયનેક ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!