“સફાઇ સાથી”ઓ માટે આરોગ્ય પરીક્ષણ યોજાયુ
*સ્વ.જે.વી.નારીયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ – જામનગર દ્વારા નયારા એનર્જીના સહયોગથી સફાઈ સાથી માટે જનરલ હેલ્થ કેમ્પનું આયોજ કરવામાં આવેલ*
સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર દ્વારા નયારા એનર્જીના સહયોગથી તારીખ 25/09/2024ના રોજ “સ્વચ્છતા હી સેવા 2024” પખવાડિયાની ઉજવણી નિમિતે ઝાંખરગામ ખાતે જનરલ મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પમાં 25 સફાઈ સાથીઓનું જનરલ મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ જેમાં મેડિકલ ઓફિસર ડૉ . એકતાબેન દ્વારા સફાઈ સાથીનું બીપી અને ડાયાબિટીસ માપવામાં આવેલ. જે સફાઈ સાથીને અન્ય કોઈ બીમારી કે તકલીફ હતી તેની તપાસ કરીને વિનામૂલ્યે દવા આપવામાં આવેલ તેમજ તમામ સફાઈ સાથીના વજન કરાવવામાં આવેલ. સફાઈ સાથીઓએ ફિલ્ડમાં કામગીરી કરતા સમયે ઇન્ફેક્શન તેમજ કોઈ વસ્તુથી શરીરને ઇરજા ના પહોંચે તે માટે રાખવાની થતી સાવધાનીઓ બાબતે મેડિકલ ઓફિસર દ્વારા શેસન પણ લેવામાં આવેલ. કેમ્પ દરમ્યાન ગામના સરપંચશ્રી ખુમાનસિંહ જાડેજા, હેલ્પ એજ ઇન્ડિયાના કો – ઓર્ડીનેટર મહિપાલસિંહ સ્વ.જે.વી. નારીયા સંસ્થાની પ્રોજેક્ટ ટીમ ગીતાબેન જોષી, પ્રતાપસિંહ પરમાર અને અસગરભાઈ જામ દ્વારા કેમ્પ તેમજ સફાઈ સાથી મુલાકાત લેવામાં આવેલ અને સફાઈ સાથીની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
___________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878