અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
વાત્સલ્યમ્ ઇમ્પેક્ટ : મોતીપુરા ગામે આરોગ્ય વિભાની ટીમ પહોંચી, દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ
મોડાસાના મોતીપુરા ગામ વિસ્તારમાં છેલ્લા દસ દિવસ પહેલા વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા વરસાદ એ રાહત તો લીધી અને તંત્ર પણ સફારે જાગ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ ખાતાના અધિકારીઓ એ ગામની મુલાકાત લીધી હતી જ્યાં આરોગ્ય વિભાગનો કોઇપણ કર્મચારી આ ગામે પહોંચ્યો ન હતો. ગામમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા અને ગંદકી નુ સામ્રાજ્ય ઊભું થવાની દહેશત હતી જે અંગે વાત્સલ્યમ સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો જે ને લઇ આરોગ્ય વિભાગ સફારે જાગ્યું હતું અને તત્કાલિક ધોરણે ગામની મુલાકાત લઈ જરૂરી સાવચેતીના ભાગ રૂપે દવાનો છંટકાવ તેમજ દવાઓ સહિત અનેક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ગામમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવા તાત્કાલિક પગલા લેવા જણાવ્યું હતું