GUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ભારે પવન ફૂંકાયો, લગ્ન પ્રસંગોમાં વિઘ્ન, મંડપ સહીત વૃક્ષો અને હોડીંગ્સ ઉડ્યા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ભારે પવન ફૂંકાયો, લગ્ન પ્રસંગોમાં વિઘ્ન, મંડપ સહીત વૃક્ષો અને હોડીંગ્સ ઉડ્યા

હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવવા ની આગાહી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જે પગલે અરવલ્લી જિલ્લામાં ગત રાત્રીના સમયે અચાનક જ વાતાવરણમાં એકા એક પલટો આવ્યો હતો જેને લઇ ભારે પવન ફૂંકાયો હતો જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભિલોડા, મેઘરજ, માલપુર, મોડાસા સહીત વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી તો હાલ ચાલી રહેલ લગ્ન સીઝનમાં કેટલીક જગ્યાએ પવન વિઘ્ન બન્યો હતો અને મંડપ પણ પવન સાથે ઉડવા લાગ્યા હતા સાથે કેટલાક વિસ્તારમાં હોડીંગ્સ પણ ઉડ્યા હતા તો ક્યાંક વૃક્ષો પણ ધરાશય થયાની ઘટનાઓ સોશિયલ મીડીયા મારફતે જાણવા મળી હતી. બીજી તરફ ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઇ હતી. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!