નારી-સંરક્ષણ કેન્દ્રમાં સેવા અને સન્માન જીવદયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સહાય

19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
નારી-સંરક્ષણ કેન્દ્રમાં સેવા અને સન્માન જીવદયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સહાય પાલનપુરમાં આવેલ નારી-સંરક્ષણ કેન્દ્ર, પાલનપુર જીવદયા ફાઉન્ડેશન દ્વારા પિન્કીબેન અને ઠાકોરદાસ ખત્રી સહયોગથીપાલનપુર નારી-સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય લઈ રહેલી બહેનો માટે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું.કેન્દ્રમાં રહેતી જરૂરિયાતમંદ બહેનોને જરૂરી વસ્તુઓ, વસ્ત્રો અને નાસ્તો આપવામાં આવ્યો સહાય મળતાં બહેનોના ચહેરા પર અઢળક સ્માઈલ અને અનહદ આનંદ જોવા મળ્યો. બહેનો આનંદિત થઈ ગઈ અને દિલથી આશીર્વાદ આપ્યા. ઉપસ્થિત મહાનુભાવો
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પિન્કીબેન પ્રજાપતિ, ચેતનાબેન નારી સંરક્ષણ ગૃહના મેનેજરશ્રી સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નીલોફર બેન શ્રીફકીર તેમજ નારી સંરક્ષણ કેન્દ્રનો સમગ્ર સ્ટાફ નારીનું સન્માન એ જ સમાજની પ્રગતિ






