GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોરીના ગુન્હામાં સમા ગેંગના મુખ્ય આરોપી સહિત બે શખ્સોની ધરપકડ

 

 

MORBI :મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોરીના ગુન્હામાં સમા ગેંગના મુખ્ય આરોપી સહિત બે શખ્સોની ધરપકડ

 

મોરબી તાલુકામાં અલગ-અલગ વિસ્તારોમાં ડીઝલ ચોરીના ગુનાઓ આચરતી “સમા ગેંગ” ને મોરબી તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી છે, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી ૯૭૦ લીટર ડીઝલ કબ્જે કર્યું હતું. વધુમાં સમા ગેંગનો પકડાયેલ આરોપી અયુબ મલુક સમા ઉપર અગાઉ ૧૩ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં તાજેતરમાં નોંધાયેલ બે ડીઝલ ચોરીના કેસના આરોપીઓને ઝડપી લેવા તાલુકા પોલીસ મથક પીઆઇ દ્વારા સર્વેલન્સ ટીમની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોકત ડીઝલ ચોરીના ગુન્હાઓને અંજામ આપનાર “સમા ગેંગ” ના મુખ્ય આરોપી અયુબ મલુક સમા રહે. નાના દીનારા તા-જી ભુજ(કચ્છ) વાળાની તેમજ ડીઝલનો જથ્થો લેનાર આરોપી પ્રદીપભાઇ અમુભાઇ મીયાત્રાને ગણતરીની કલાકમાં કુલ ૯૭૦ લીટર ડીઝલના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં સમા ગેંગનો સાગરીત આરોપી અસલમ ઉર્ફે અનવર કમાલ સમા રહે. કોટડ તા-જી ભુજ (કચ્છ) વાળાનું નામ ખુલતા તેને ફરાર જાહેર કર્યો છે. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!