GUJARATMAHISAGARSANTRAMPUR

જિલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર દ્વારા લુણાવાડા શહેરમાં હોર્ડીંગ અને માઇક રિક્ષા દ્વારા હેલ્મેટ પહેરવાઅપીલ કરી.

હેલ્મેટ એટલે સુરક્ષા કવચ

સુરક્ષા આપની: ખુશહાલી પરિવારની, હેલ્મેટ ભુલશો નહીં

 

 

જિલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર દ્વારા લુણાવાડા શહેરમાં હોર્ડીંગ અને માઇક રિક્ષા દ્વારા હેલ્મેટ પહેરવા અપીલ કરી.

 

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

 

 

રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે.

જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને એ આર ટી ઓ શ્રી સી ડી પટેલના સુપરવિઝન હેઠળ મોટર વાહન નિરીક્ષક શ્રી એમ એમ પટેલ દ્વારા લુણાવાડા શહેરમાં હોર્ડીંગ દ્વારા અને માઇક રિક્ષા દ્વારા દરેક વિસ્તારના લોકોને હેલ્મેટનું મહત્વ વિશે માહિતી આપી હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, mv એક્ટ- ૧૨૯ હેઠળ હેલ્મેટ ના પહેરવાના ગુન્હા બદલ ૫૦૦ રૂ દંડ અને ત્રણ માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે જ્યારે બીજી વાર સમાન પ્રકારના ગુન્હા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થય શકે છે.

Back to top button
error: Content is protected !!