DEDIAPADAGUJARATSAGBARA

આદિવાસી સમાજના કણીકંસરી કુળદેવી યાહા મોગી માતા દેવમોગરાના મંદિર પ્રાંગણમાં હોળી ઢોલ ઉત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરાયું

સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાંથી આદિવાસી પરંપરાગત ઢોલ, ગોસાંઈ(ઘેરૈયા) અને મહિલાઓએ હોળીના ગીતો(લોલે)ની કંઠ્ય સ્પર્ધામાં ભાગ લીધો.

આદિવાસી સમાજના કણીકંસરી કુળદેવી યાહા મોગી માતા દેવમોગરાના મંદિર પ્રાંગણમાં હોળી ઢોલ ઉત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરાયું

 

વાત્સલ્યમ્ સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાંથી આદિવાસી પરંપરાગત ઢોલ, ગોસાંઈ(ઘેરૈયા) અને મહિલાઓએ હોળીના ગીતો(લોલે)ની કંઠ્ય સ્પર્ધામાં ભાગ લીધો.

 

ગુજરાતમાં કામ ધંધાર્થીઓ ગમે તે સ્થળે પણ હોળી-ધૂળેટી તો માદરે વતનમાં જ. આદિવાસી સમાજમાં હોળી ઉત્સવનું અનેરૂં મહત્વ રહેલું છે. નોકરી-ધંધા કે રોજગારી માટે અન્ય પ્રાંતમાં રહેતો આદિવાસી સમાજનો દરેક વ્યક્તિ પવિત્ર હોળી ઉત્સવમાં સહભાગી થવા પોતાના વતનમાં જવાનો હંમેશાં આગ્રહ રાખે છે. ત્યારે આદિવાસી સમાજના કૂળદેવી કણીકંસરી યાહા મોગી દેવમોગરા માતાના મંદિર પ્રાંગણ હોળી ચકલા ચોકમાંથી સાગબારા તાલુકાના હોળી ઉત્સવનો તા.૧૧મી માર્ચ-૨૦૨૫ને મંગળવારે રાત્રે હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બુધવારની વહેલી સવાર સુધી ચાલ્યો હતો.

 

આદિવાસી કલા-સંસ્કૃતિ અને પરંપરાને વધુ મજબૂત કરવાના નક્કર પ્રયાસ સાથે મોગરામાંઈ ટ્રસ્ટ અને સમસ્ત દેવમોગરા ગામ પરિવાર દ્વારા આ હોળી ઉત્સવનું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું. જેમાં હોળી ઉત્સવ સાથે જોડાયેલા સૌથી મહત્વના વાજિંત્ર ઢોલની હરિફાઈ, મૌખિક પરંપરાથી બહેનોના મુખે જૂના પુરાણા સચવાયેલા હોળી ગીતો જેને સ્થાનિક બોલીમાં લોલે તરીકે ઓળખવામાં આવે છે. જેની પણ પરંપરા અનોખી અને વર્ષો પુરાણી છે. સાથે સાથે હોળીનું પર્વ આદિવાસી સમાજ માટે અત્યંત પવિત્ર અને શ્રદ્ધા સાથે જોડાયેલું છે. આ સમયગાળા દરમિયાન પુરૂષો સવા મહિનો સુધી (પાલની એટલે કે કઠોર તપસ્યા, ઉપાસના અને ભક્તિભાવ પૂર્વક રહેતા હોય છે જેને ગોસાંઈ (ઘેરૈયા) કહેવામાં આવે છે.) કેટલાંક પુરુષો મહિલાના વસ્ત્રો-આભૂષણો પહેરી વેશ ધારણ કરી મહિલા શક્તિની આરાધના સાથે ભક્તિભાવ અને પવિત્રતામાં દિવસો પસાર કરે છે. આ ઉપાસના દરમિયાન સંસારની મોહમાયાથી દૂર રહે છે અને શક્તિની સાધનાનું ચુસ્ત પાલન કરે છે.

 

દેવમોગરા મંદિર ખાતે યેજાયેલા ઢોલ ઉત્સવ સ્પર્ધામાં ૫૦ કરતાં વધુ ઢોલ વાદકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. તેવીજ રીતે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના દેવમોગરાની આસપાસના ગામોના ઘેરૈયા તેમજ હોળીના પરંપરાગત ગીતો લોલેની કંઠ્ય સ્પર્ધામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાના વિજેતાઓને કુલ રૂપિયા ૭૫ હજારના રોકડ પુરસ્કાર તેમજ તમામ સ્પર્ધાના સહભાગીઓને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ હોળી પ્રગટાવી ખજૂર-ધાણી પણ આપવામાં આવી હતી. જેને આદિવાસી બોલીમાં ગોઠ કહે છે.

 

આ હોળી ઉત્સવના આયોજન પ્રસંગે દેવમોગરા માંઈ ટ્રષ્ટના ઉપપ્રમુખશ્રી નાનસિંગભાઈ વસાવા, નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એકતાનગર સ્થિત વીવીઆઈપી સર્કિટ હાઉસના કાર્યપાલક ઈજનેરશ્રી મહેશભાઈ વસાવા સહિત મંદિરના ટ્રષ્ટીઓ, આયોજકો અને આગેવાનો, સ્વયંસેવકો સહિત આસપાસના ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિ

ત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!