તા.૧૨.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે હોળી ધુળેટી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર હોળી માનવામાં આવે છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ના બાળકો દ્વારા હોળી પર્વ ની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી કાર્યક્રમ માં શાળાના બાળકો દ્વારા હોળી નું મહત્વ અને હોળી પર્વ ની ઉજવણી ને લઈ વિવિધ નાટકો સ્પીચ અને ડાન્સ રજૂ કર્યા હતા જેથી બાળકો હિન્દુ સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજી શકે કાર્યક્રમ માં સંસ્થા ના મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ ,એચ ઓ ડી સુરેશભાઈ જાદવ,આચાર્યશ્રીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના મંત્રી ભરતભાઈ દ્વારા દરેક વિધાર્થીઓને હોળી અને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવતા પાકા કલર થી દૂર રહેવા અને પાણી નો વધારે પડતો દુરુપયોગ ન કરવા જણાવ્યું હતુ