BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી

13 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી શ્રી સોળગામ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ માં હોળીની રંગભેર ઉજવણી કરવામાં આવી.આચાર્ય હેતલ બેન રાવલ દ્વારા હોળી ભારતની સૌથી મહત્વપૂર્ણ રંગો નો તહેવાર છે જે દર વર્ષે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તથા હોળી ધુળેટી નું મહત્વ તથા પરમ વિષ્ણુ ભક્ત પ્રહલાદની કથા બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી. જેમાં તમામ વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ ઉજવણી ના ભાગરૂપે બાળકોએ હોળી ધૂળેટીના પોતાના મંતવ્યો રજૂ કર્યા તથા નૃત્ય તથા સંગીતના ડૂબીને રંગોનો ભરપૂર આનંદ માણ્યો. તથા હોલિકા પ્રગટાવીને તેના દર્શન કરી ધાણી ખજૂર નો પ્રસાદ પણ લીધો. સંગીત અને રંગોથી આખું સ્વસ્તિકનું પ્રાંગણ ખુશમય બની ગયું હતું.
આ સમગ્ર આયોજન એ સ્વસ્તિકના પ્રમુખ આર એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ આચાર્ય હેતલબેન રાવલ તથા સ્ટાફ મિત્રોએ કહ્યું હતું.

Back to top button
error: Content is protected !!