હાલોલ: શાંતિગ્રામ પરિવાર તેમજ સમસ્ત વૈષ્ણવ પરિવાર દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૩.૨૦૨૫
હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ મેઘદૂત સોસાયટી ખાતે સોમવારે શાંતિગ્રામ પરિવાર તેમજ સમસ્ત વૈષ્ણવ પરિવાર દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ ઉજવાયો હતો.જેમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર, કંકરોલીના વર્તમાન વલ્લભાચાર્યજીના તુતિય પીઠના પ્રબુદ્ધ આચાર્ય અને ગાદીપતિ પ. પૂ.શ્રી વાગીશકુમાર મહારાજજી,વલ્લભાચાર્યજીના તુતિય પીઠના યુવરાજ પ .પૂ.વેદાંતકુમાર મહોદયશ્રી તેમજ પ.પૂ.શ્રી સિદ્ધાંતકુમાર મહોદયશ્રી ની ઉપસ્થિટીમા ફુલ ફાગ હોળી રશિયા નો મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં કિર્તનકાર મયંકભાઈ શુક્લ ના સુમધુર કંઠે રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ.જ્યારે શાંતિગ્રામ પરિવાર દ્વારા હાલોલના આંગણે ખૂબજ ભવ્ય રીતે સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ આજબાજુના ૧૫ જેટલા ગામો ના ધર્મપ્રેમી વૈષ્ણવોએ રસિયા ગાન નો લાભ લીધો હતો.