શહેરીજનોની સુખાકારી અને સુવિધામાં વધારો કરવા અર્થે જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આજરોજ માન.મેયર ધર્મેશભાઈ પોંશીયાના વરદ હસ્તે સાબલ પુર,જી.આઈ.ડી.સી.૨ના ગેઇટ પાસે અંજલી પાનની બાજુમાં,રાજકોટ રોડ ખાતે બોક્ષ ક્લ્વર્ટ બનાવવાની કામગીરીનું ખાતમુર્હુત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે માન.સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર,કોર્પોરેટર નીલેશભાઈ પીઠીયા, સુભાષભાઈ રાદડિયા,જી.આઈ.ડી.સી.-૨ના આગેવાનશ્રીઓ તેમજ મહાનગર પાલિકા,જુનાગઢના ઈજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ