વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-22 મે : આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના રોજ ભારતના માન.વડાપ્રધાનશ્રી કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે સંભવિત મુલાકાતે પધારનાર છે. જેથી મહાનુભાવશ્રીનાઓની સંભવિત મુલાકાત કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી માન.વડાપ્રધાનશ્રીના પ્રવાસ કાર્યક્રમ અન્વયે પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં “નો ડ્રોન ઝોન” જાહેર કરવા જરૂરી જણાય છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી અન્વયે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ પોલીસ હદ વિસ્તારમાં આવતા સમગ્ર વિસ્તારને તા.૨૩/૦૫/૨૦૨૫ થી તા.૨૬/૦૫/૨૦૨૫ સુધી “નો ડ્રોન ઝોન” જાહેર કરેલ છે. રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઈક્રોલાઈટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઇડિંગ (HANG GLIDER/PARAGLIDING), પેરા મોટર (PARA MOTOR), પેરા જમ્પીંગ (PARA JUMPING) તથા હોટ એર બલુન (HOT AIR BALLOONS) ઉપરોકત વિસ્તારમાં ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.