
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ઈસરી પોલીસની માનવતા ભરી કામગીરી : રસ્તો ભૂલાયેલી મહિલાને સલામત ઘરે પહોંચાડી
અરવલ્લી જિલ્લાના ઈસરી પી.સી.આર. GJ31G0979 ના ઈન્ચાર્જ અ.હે.કો. નરેશભાઈ વિરમભાઈ (બ.નં. ૩૨૯) અને ડ્રાઇવર આ.લો.ર. મેહુલકુમાર અમૃતભાઈ (બ.નં. ૦૭૬૮) દ્વારા ફરજ દરમિયાન માનવતાભર્યો કાર્ય કરવામાં આવ્યો હતો.મળતી વિગતો મુજબ કૉલર દસરથભાઈ હીરાભાઈ કટારાએ પોલીસને જાણ કરી કે તેમના ગામ ઓઢા (પાદર) માં એક અજાણી મહિલા આવી પહોંચી છે. પોલીસે સ્થળ પર પહોંચી મહિલાની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નીનામા રમીલાબેન ધીરચંદભાઈ, રહેવાસી હિંમતપુર, હોવાનું જણાવ્યું હતું મહિલાએ જણાવ્યું કે તે પોતાના ઘરેથી પિયર બોરસી ગામે જવા નીકળેલી હતી, પરંતુ રસ્તો ભૂલાઈ જતા ઓઢા (પાદર) ગામે પહોંચી ગઈ હતી.ઈસરી પી.સી.આર. સ્ટાફે તાત્કાલિક ૧૮૧ સેવા મારફતે સંપર્ક કરી મહિલાને તેમના પતિ નીનામા ધીરચંદભાઈ પનાભાઈ, રહેવાસી હિંમતપુર પાસે સલામત રીતે સોંપી હતી.ઈસરી પોલીસના માનવતાભર્યા કાર્ય અને સમયસર પગલાં માટે ગ્રામજનો દ્વારા પ્રશંસા થઈ રહી છે.




