GUJARAT

ઝઘડિયા તાલુકાના મોટાસાજાં ગામના આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે હાઇપર ટેન્શન બીમારીની આરોગ્ય તપાસ કરવામાં આવી

ઝઘડિયા તાલુકાના મોટાસાજાં ગામના આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે હાઇપર ટેન્શન બીમારીની આરોગ્ય તપાસ કરવામાં આવી

આરોગ્ય વિભાગના તબીબોના મત મુજબ હાયપરટેન્શન સાઇલેન્ટ કિલર સમાન છે

વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે એક મહિના સુધી જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામે ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ લોકોને હાઇપરટેન્શન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા, જિલ્લા આરોગ્ય વિભાગના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, હાઇપરટેન્શન થી શરીરને થનાર નુકસાન અંગે લોકોને માહિતગાર કરવા માટે એક મહિનો જનજાગૃતિ અભિયાન સમગ્ર જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના આરોગ્ય આયુષ્યમાન મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોને હાઇપર ટેન્શન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને લોકોના સ્વાસ્થ્ય અંગે તકેદારી લેવામાં આવી હતી, હાયપરટેન્શન સાઇલેન્ટ કિલર સમાન હોય તેનાથી ચેતવું જરૂરી છે, હવાનું પ્રદૂષણ અને અપૂરતી ઊંઘથી પણ હાઇપરટેન્શન નું જોખમ વધે છે, આહારની ખરાબ આદત, બેઠાડું જીવનશૈલી, તણાવમાં વધારો વગેરે જેવા કારણોથી હાઇપરટેન્શન કેસોમાં વધારો થઈ રહ્યો છે, જાગૃતિના ભાગરૂપે મોટાસાંજા ગામમાં સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા, હાઇપરટેન્શન‌ ડે ની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓને લંચ બોક્સનું વિતરણ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટાસાંજા દ્વારા કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!