DEDIAPADAGUJARATNARMADA

યુસીસી ને લઈને તમામ જિલ્લા માં જઈને મિટિંગ કરીશુ – ધારાસભ્ય ચેતર વસાવા

યુસીસી ને લઈને તમામ જિલ્લા માં જઈને મિટિંગ કરીશુ – ધારાસભ્ય ચેતર વસાવા

UCC લાગુ થશે તો આરક્ષણ ખતમ થઈ જશે: ચૈતર વસાવા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/03/2025 – SC, ST, OBC, માઈનોરીટી સહિત જે પણ લોકો યુસીસીના વિરોધમાં છે તે તમામ લોકોને અમે આવાહન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને આ મુદ્દે મીટીંગો કરીશું અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવા માંગે છે તેને રોકવાનું કામ કરીશું તેમ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યુ ગુજરાત સરકારે જે યુસીસીની કમિટી બનાવી છે તે ગેરબંધારણીય છે: ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની રાહે ગુજરાત સરકારે પણ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને તેમના સૂચનો અને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ એક બંધારણ પર આખો દેશ ચાલી રહ્યો છે. જેમાં તમામ જાતિ જ્ઞાતિ અને ધર્મ પોતાના રીતે રિવાજ સાથે પુરા સન્માન સાથે શાંતિથી જીવ રહ્યા છે. જો આપણે યુસીસીના મૂળમાં જઈએ તો ખ્યાલ આવશે કે 23 નવેમ્બર 1948 ના ચર્ચા કરવામાં આવી હતી કે UCC લાગુ કરી શકાય તેમ નથી. પરંતુ આજે ગુજરાત સરકાર યુસીસી લાગુ કરવાની હિલચાલ કરી રહી છે. હકીકતમાં યુસીસી લોકસભા અને રાજ્યસભામાં ખરડો પસાર કરીને લાગુ કરી શકાય તેમ છે. ગુજરાત સરકારે જે યુસીસીની કમિટી બનાવી છે તે ગેરબંધારણીય છે. રાજ્ય સરકારને યુસીસી લાગુ કરવાની કોઈ સત્તા નથી.

ગઈકાલની મિટિંગમાં મને છોડીને તમામ આદિવાસી લોકોએ UCCનું સમર્થન કર્યું હતું અને આ તમામ લોકો બીજેપી અને આરએસએસના પદાધિકારીઓ હતા. એ લોકોને જિલ્લા પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકોએ યુસીસીનું સમર્થન કરવાનું છે. કેટલાક અમારા સમાજના લોકોએ તો હદ કરી નાખી અને કહ્યું કે યુસીસી આદિવાસી ઉપર લાગુ થવું જ જોઈએ. આદિવાસીઓ પર યુસીસી લાગુ થાય તો શું થાય કદાચ તે હકીકત એ વડીલોને ખબર નહીં હોય. જો UCC લાગુ થશે તો મુસ્લિમો કરતાં વધુ નુકસાન આદિવાસીઓને થશે. ગઈકાલે એક ખુશીની વાત હતી કે મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેઓ ભાજપના પ્રદેશ નેતાઓ પણ છે તેઓએ સ્પષ્ટપણે એક સુરે કહ્યું કે યુસીસી લાગુ થવું જોઈએ નહીં. તો કેટલાક આદિવાસી ભક્તોએ UCC મુદ્દે ઊંડાણપૂર્વક રિસર્ચ કરવું જોઈએ.

વર્તમાનમાં 705 જેટલી અનુસૂચિત જનજાતિના સમુદાયો આપણા દેશમાં છે અને કુલ 13 કરોડ જેટલી વસ્તી છે. આ તમામ લોકોના સામાજિક, ધાર્મિક, રીતરિવાજો, પ્રથાઓ, પરંપરાઓ, લગ્ન પ્રથા, વારસાઈ, છૂટાછેડા જેવી અનેક બાબતો માટે અલગ અલગ નિયમો છે. પરંતુ અમારું માનવું છે કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતરિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે. માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા માટે અમારી માંગણી છે કે સમાન નાગરિક સંહિતા (UCC)માંથી રાજ્યના આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે. જો આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં આવશે તો બંધારણમાં અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, આદિવાસીઓને મળતું શૈક્ષણિક અને રાજકીય આરક્ષણ ખતમ થઈ જશે માટે અમે આના સખત વિરોધમાં છીએ. આદિવાસીઓના જળ જંગલ અને જમીનને બચાવવા માટે આપણને જે રક્ષણ મળ્યું છે તે જતું રહેશે. હાલ આપણને જે એટ્રોસિટીના કાયદા મળ્યા છે જેના કારણે આપણને રક્ષણ મળે છે તે તમામ વસ્તુઓ યુસીસી લાગુ થવાથી ખતમ થઈ જશે.

જે દિવસે તમામ સમાજના અને ધર્મના લોકોમાં સંપૂર્ણપણે સમાનતા આવી જશે અને કોઈ ભેદભાવ રહેશે નહીં ત્યારે અમે UCCનું સમર્થન કરીશું પરંતુ હાલના તબક્કે સમર્થન કરી શકતા નથી. આદિવાસી, એસસી, માઈનોરીટી, ઓબીસી સહિત જે પણ લોકો યુસીસીના વિરોધમાં છે તે તમામ લોકોને અમે આવાહન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને આ મુદ્દે મીટીંગો કરીશું અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવા માંગે છે તેને રોકવાનું કામ કરીશું. ભાજપમાં જોડાયેલા આદિવાસી સમાજના જે પણ વિદ્વાનોએ યુ સી સી નું સમર્થન કર્યું તે લોકોને સમાજ ઓળખે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!