GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ તોડી પડાયું

વાત્યલ્યમ્  સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા- ૦૩ એપ્રિલ  : મુન્દ્રા તાલુકાના મુન્દ્રા સીમમાં ટ્રા.સ. નં ૧૪૧ પૈકી (નાગતલાવડી) વિસ્તારમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણ મકાન (બાંધકામ) દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત શ્રી કે.એસ.ગોંદીયા મામલતદારશ્રી મુન્દ્રા દ્વારા દબાણકર્તા શખ્સોને જ.મ.કા.ક. ૨૦૨ હેઠળ દબાણ હટાવવાની નોટીસ આપવામાં આવેલ હતી. જે ગેરકાયદેસર દબાણ – બાંધકામ મકાનને આજરોજ ૧૫-૦૦ કલાકે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી બી.એચ. ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર, મુન્દ્રા સુશ્રી કે.એસ.ગોંદિયા, પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી રાકેશ ઠુમ્મર તથા તેમની પોલીસ ટીમ અને સર્કલ ઓફિસર- મુન્દ્રા શ્રી એચ.પી.રાજગોર, નાયબ મામલતદાર (દબાણ) શ્રી એલ.કે. ગઢવી, પી.જી.વી.સી.એલ ટીમની હાજરીમાં તોડી પાડીને દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ કુલ અંદાજિત વિસ્તાર ૩૧૭ ચો.મી અને બજાર કિંમત ‍રૂપિયા ૪૭,૫૦,૦૦૦/- (અંકે રુપિયા સુડતાલીસ લાખ પચાસ હજાર) ની જમીન દબાણમુક્ત કરીને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ મુન્દ્રા મામલતદાર સુશ્રી કે.એસ.ગોંદિયા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!