ઝધડિયા તાલુકા ના બિસ્માર બનેલ સરદાર પતિ માં ધોરીમાર્ગ તથા અન્ય રસ્તા તાત્કાલિક બનાવવા આપ પાર્ટી ધ્વારા ઝધડિયા પ્રાંત ને આવેદનપત્ર આપવામાં આવ્યુ
ઝઘડિયા તાલુકામાંથી સતત ઓવરલોડ ખનીજ વાહનના કારણે ઉંમરના રાજપારડી ઝઘડિયા થ અંકલેશ્વર ભરૂચ દહેજ તરફ જતા ધોળી માર્ગ વાળો ટ્રેક અત્યંત બિસ્માર બન્યા છે, સમયસર ધોરીમાર્ગ નું તથા અન્ય ગામડાઓને જોડતા માર્ગોનું સમારકામ નહીં થતું હોવાના કારણે ધોરીમાર્ગ વહન ચલાવવાને લાયક રહ્યા નથી, સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ની બીસ્માર હાલત તથા ગામડાઓને જોડતા રસ્તાઓ ની કફોડી હાલત હોય ઝધડિયા આમ આદમી પાર્ટી ધ્વારા ઝધડિયા પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, ઝધડિયા આમ આદમી પાર્ટી ધ્વારા આવેદનપત્ર માં જણાવવામાં આવ્યુ છે કે ઝધડિયા તાલુકા માં થોડાજ સમય પહેલા બનાવવામાં આવેલ રોડ રસ્તા અત્યંત બિસ્માર હાલમાં છે જેના કારણે ઝધડિયા તાલુકાના ધણા ગામોમાંથી દરરોજ મજુરી જતા નોકરી જતા ખેતર જતા અને ભણતા બાળકો બિસ્માર રોડ ના કારણે ભારે તકલીફ નો સામનો કરવા પડે છે અને આ રસ્તાનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો સમયસર સમારકામ કરવામાં નહી આવે તો સાત દિવસ ની અંદર આમ આદમી પાર્ટી ધ્વારા વિરોધ કરવામાં આવશે તેમ આવેદનપત્ર માં જણાવ્યું હતું
ઈરફાનખત્રી
રાજપારડી