પત્રકાર એકતા પરિષદ અધિવેશન દ્વારા સદભાવના મિશન ક્લાસના શિક્ષક ઈમરાનભાઇ ને સન્માનિત કરવામાં આવ્યા.
તારીખ ૨૩/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા 160 થી વધુ બાળકોને મફત શિક્ષણ કોચિંગ અભ્યાસ લઈ રહ્યા છે જે એક માત્ર મફત શિક્ષણ અભ્યાસ કરાવતી એક માત્ર ગોધરાની પ્રખ્યાત સંસ્થા છે જેના સંચાલક ડોક્ટર સુજાત વલી છે.
શિક્ષક ઈમરાનભાઇ 15 વર્ષે થી 160 થી વધુ બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ આપી રહ્યા છે અત્યારે સુધી 5000 પાંચ હજાર થી વધારે વિધાર્થીઓ અહી અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે પહોચ્યા છે સાથે આવા ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકો ભણીગણીને નોકરીમાં જોડાયા છે. 30 અનાથ અને મધ્યમ વર્ગની દિકરીઓ ઉંમર પ્રમાણે તેમના જીવન સાથી શોધી તેમને એક પિતા તરીકે અમુલ્ય ભેટ આપી પિતા તરીકે ફરજ બજાવી છે એ આપણાં દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજનો નામાંકિત મશહૂર શિક્ષક ઈમરાનભાઇ છે સાથે અનાથ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય યોજના અપાવી છે તે બાળકોના ખાતામાં જમા થાય છે.
આજ રોજ પત્રકાર પરિષદ પંચમહાલ દ્વારા ગોધરાની પ્રખ્યાત લક્ઝરા હોટલમાં ગુજરાતનાં તમામ ચેનલ અને અખબારના અધિકારીઓ સહ તંત્રી પત્રકાર મિત્રોએ મોટી સંખ્યા હાજર રહ્યા હતા. જે અરસામાં પંચમહાલ ગોધરા ખાતે સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર નવરચના પ્રાથમિક શાળા સાવલીવાડ ગોધરા અને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના શિક્ષક ઈમરાન,ડોક્ટર સુજાત વલી,રાજ્ય સભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, હેપી દેસાઈને ,પત્રકારના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા પંચમહાલ વર્તમાનના પત્રકાર પ્રદિપ સોની પત્રકાર ઈસ્માઈલ ઝભાએ શાલ ઓઢાડી મોમેન્ટ અને પુષ્પ ગુચ્છથી સન્માનનીત કરવામાં આવ્યા હતા અને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાની દિકરીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવી હતી તથા 200 વધુ ગુજરાતમાથી આવેલાં તમામ પત્રકાર મિત્રોએ તાળીઓ પાડીને ઉત્સાહ વધાર્યો હતો.
શિક્ષક ઈમરાનભાઇ પત્રકાર એકતા પરિષદ ગુજરાત લેવલના અધિકારીઓ, સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ આયોજન કરનાર સાથી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.