GUJARATJUNAGADH

મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંત ૧૨ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે

મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંત ૧૨ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે

તા. ૧૯ જુનના રોજ થનાર મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા અનુરોધ જૂનાગઢ, તા.૧૮ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૫ ની જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ તારીખ ૧૯/૬/૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. આ મતદાન પ્રક્રિયા માટે મતદારો ચૂંટણી ઓળખ કાર્ડ સિવાય અન્ય ૧૨ આધાર પુરાવા પૈકી કોઈપણ એક રજૂ કરી અને મતદાન કરી શકશે.મતદાતાઓ ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય ૧૨ માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકે છે. આ પુરાવાઓમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી ફોટોવાળી પાસબુક, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ ફોટા સાથેના હેલ્થ ઈન્સ્યુરન્સ યોજનાના કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે નામ પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય/પીએસયુ/પબ્લિક લિમિટેડ કંપનીસ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા સર્વિસ ઓળખ કાર્ડ, સંસદસભ્યો/વિધાનસભ્યો/વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવતા ઓળખકાર્ડ અને યુનીક ડિસેબીલીટી આઈડી (યુડીઆઈડી) કાર્ડ, સામાજિક ન્યાય અને સશિકતરકરણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ઓળખકાર્ડનો સમાવેશ થાય છે.૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને આધાર પુરાવાઓ સાથે ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંદર્ભે તારીખ ૧૯/૦૬/૨૦૨૫ ના રોજ થનાર મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!