અંબાજી માં અષાઢી બીજ નિમિતે માનસરોવર માં પૂજા અર્ચના કરી નવા નીર ના વધામણા કર્યા
27 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આજે અષાઢી બીજ છે ને ચોમાસા ની પણ વિધિ વાત શરૂઆત થઇ ચૂકી છે અને. આ વર્ષાઋતુ માટે નવું વર્ષ પણ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા વાજતે ગાજતે અંબાજી ના પવિત્ર માનસરોવર કુંડ માં આવેલા વરસાદી પવીત્ર જળ ની પુજનવિધિ આજે અષાઢી બીજને દિવસે કરવામાં આવે છે જ્યાં nn મંદિર ટ્રસ્ટ ના ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેશ પા પંડ્યા અને.મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં નવા નીર ના પૂજન સાથે પુજન વીધીમાં માંડવો અને શ્રીફળ ચુંદડી પધરાવવા નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવ્યું હતું . અને આ પ્રસંગે બાફેલાં ઘઉં ,ચણા ના ટોઢા અને સુખડી નો નો પ્રસાદ વહેંચવામાં આવે છે. માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાની વરૂણદેવ રીજે છે. ને ખેડુતુ અને અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવતી હોવાનું તન્મય ભાઈ ઠાકર (ભટ્ટજી મહારાજ મંદિર ટ્રસ્ટ)અંબાજી એ જણાવ્યું હતું



