BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં 24 કલાકમાં ત્રીજી કાર આગની ઝપેટમાં:સિદ્ધનાથ નગરમાં ટાટા કર્વ કાર બળીને ખાક, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વાહનમાં આગ લાગવાની ત્રીજી ઘટના નોંધાઈ છે. આ ઘટનાઓએ શહેરમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શનિવારે કુંતલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ટાટા મેજીક ગાડીમાં આગ લાગી હતી. એજ દિવસે સાંજે બાયપાસ પર સુરતી હાંડી હોટલ નજીક પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી હતી. રવિવારે સિદ્ધનાથ નગર વિસ્તારમાં ટાટા કર્વ મોડેલની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ કાર થોડી જ ક્ષણોમાં બળીને ખાક થઈ ગઈ હતી.
ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કાળઝાળ ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં થઈ રહેલા વધારાએ વાહન ચાલકોમાં ચિંતા ઉભી કરી છે.