BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં ક્રેઈનનું બેલેન્સ બગડતાં યુવક પટ્ટા પર 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો, લોકોએ કેચ કરીને બચી લીધો

5384ea53-be4d-4302-9ed7-f402494091a8

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના મહંમદપૂરા વિસ્તારમાં હાઈમાસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી. અચાનક ક્રેઈનનું બેલેન્સ બગડતાં એક વ્યક્તિ પટ્ટા સાથે હવા લટક્યો હતા. 15 ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. દરમિયાન ક્રેઈનના પટ્ટાને ધીમેધીમે નીચે ઉતારાઈ હતી. જેવો લોકોની નજીક પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો હતો. લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો હતો.

ભરૂચના મહંમદપૂરા વિસ્તારમાં હાઈમાસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેઈનનું બેલેન્સ હતી જતાં રિપેરિંગ માટે ચઢેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો.હતો.જોકે સદનસીબે નીચે ઉભેલા લોકો તેને પકડી બચાવી લીધો હતો.

ક્રેઈનનું બેલેન્સ બગડતાં થાંભલો નમી પડ્યો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઇમાસ્ક લાઈટો આવી છે. જેને રિપેરિંગ કરવા માટે ક્રેઈન જેવા સાધનોની જરૂર પડતી હોય છે. ગતરોજ (22મી નવેમ્બરે) રાત્રીના હાઇમાસ્ક લાઈટના પોલની કામગીરી ચાલી રહી હતી, તે સમયે ક્રેઈન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી.આ સમયે દરમિયાન હાઇમાસ્કના પોલને ઉઠેલી ક્રેઈનનું બેલેન્સ બગડી જતાં થાંભલો નમી પડ્યો હતો.

સેફ્ટીના સાધનો વગર કામગીરી આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બૂમાબૂમ થઈ ગઈ હતી.જોકે, સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા મોટા હાઇમાસ્ક લાઈટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફ્ટીના સાધનો વગર કામગીરી કરી રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!