BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

દહેજ ભેસલી પાસે યુવાનની લાશ મળી આવવાના બનાવ માં હત્યા કરાયાનો ખુલાસો, ચાર મહિના પહેલાં ભેસલી નજીક અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો…

સમીર પટેલ, ભરૂચ

રૂપિયાની લેતીદેતી કારણ ભૂત ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ભેસલી નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા…

દહેજ પોલીસે એક આરોપીને ઝડપી પાડયો… અન્ય ચાર વોન્ટેડ…

દહેજ નજીક આવેલાં ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે અવાવરું જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડી અન્ય ચાર ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે..

યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપકુમાર ઉર્ફે દિપક વડોદરાની આર્યા રોડ લાઈન્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. અને જોલવા રહીને ડ્રાઇવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. તે અરસામાં ગત 22મી સપ્ટેમ્બરે અતુલના પુત્રનો જન્મદિવસ હોઈ તેમણે દિલીપને ફોન કર્યો હતો. પરંતુ તે બંધ આવતો હતો. જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતાં બ્રિજમોહને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, 20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે તે ગામ આવ્યો છે કે કેમ તો તે વતન માં આવ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તે અરસામાં ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતાં અતુલે હત્યા ની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસ તપાસ આગળ ધપાવતા પેનલ પી.એમ. કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ,ટેકનિકલ સર્વેલાન્સ તેમજ હ્યુમન સોર્સિસ ની મદદ લેવામાં આવી હતી..બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દિપકના કાર્ડ થી અલગ અલગ એટીએમ થી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડ્યાં હોવાનું માલુમ પડતાં પરિવારજનોને પુછતાં તેમણે કોઈ રૂપિયા ઉપાડયાં ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સ્પોર્ટમાં ડ્રાઇવિંગ કરતાં શાહનવાઝ ઉર્ફે ખરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ એહમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડદેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડયું હતું.જેથી તેઓની તપાસ કરતાં તે તેમજ અન્ય ચાર સાગરિતો શંકાના દાયરામાં આવ્યાં હતાં.જેથી પોલીસે તમામ શંકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ એહમદખાન,મહંમદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મહમદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમ્યાન માહિતી મળી હતી કે આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવર ની નોકરી શોધી રહ્યો છે.મળેલ બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઇ મોહમ્મદ અનસ ને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપક ની હત્યા તેના અન્ય ચાર સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત કરી મુંબઈ થી પ્લાન બનાવી આવતા દોરડું,રૂમાલ ચપ્પુ‌ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!