GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદર પાલિકામાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્ય બજારની રોનક બદલાઈ

તા.૨૧/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્યબજાર તેમજ અન્ય વિસ્તારોની રોનક બદલાઈ ગઈ છે. મહત્વનું છે કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ ગ્રામ, નગર, મહાનગરોમાં સી.ટી.યુ. એટલે કે ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ એવા વિસ્તારો છે, જ્યાં સફાઈની સામાન્ય રીતે અવગણના થતી હોય છે, પરંતુ સઘન સ્વચ્છતા થકી આ વિસ્તારોમાંથી ગંદકી, કચરો દૂર કરીને તેને સુંદર બનાવવામાં આવે છે. સ્વચ્છતાના આ શ્રમદાનમાં નાગરિકોનો પણ સહયોગ લેવામાં આવે છે. ભાયાવદરમાં દિવાળી પહેલાં જ સી.ટી.યુ.માં સ્વચ્છતા થકી મુખ્યબજાર તેમજ અન્ય વિસ્તારોની રોનક બદલાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!