DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં ‘ફાર્મસન પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત ૩૦ દિવ્યાંગોને ₹૪૫ લાખના ખર્ચે કૃત્રિમ પગનું વિતરણ કરાયું

  1. તા.૨૨.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ‘ફાર્મસન પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત ૩૦ દિવ્યાંગોને ₹૪૫ લાખના ખર્ચે કૃત્રિમ પગનું વિતરણ કરાયું

અંધજન મંડળ અમદાવાદ અને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયો પ્રશંસનીય કાર્યક્રમ દાહોદમાં દિવ્યાંગોના કલ્યાણ માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ફાર્મસન પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત અંધજન મંડળ (વસ્ત્રાપુર, અમદાવાદ), બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ (દાહોદ), નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ, લાયન્સ ક્લબ ઓફ દાહોદ એબિલિટી અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય ‘આર્ટિફિશિયલ લિમ્બ (કૃત્રિમ પગ) ડિસ્ટ્રિબ્યુશન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ તારીખ ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના કોન્ફરન્સ હોલમાં સંપન્ન થયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ટ્રસ્ટી ખીમજીભાઇ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને લાભાર્થીઓનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર. પી. ખાટા અને અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશીએ પ્રોજેક્ટની વિગતવાર રૂપરેખા આપી હતી, જ્યારે જગન્નાથભાઈએ કૃત્રિમ પગની ટેકનિકલ વિશેષતાઓ અને તેની ઉપયોગિતા વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.આ કેમ્પમાં દાહોદ જિલ્લાના કુલ ૩૦ જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે આધુનિક કૃત્રિમ પગ એનાયત કરવામાં આવ્યા હતા. બજારમાં એક કૃત્રિમ પગની અંદાજિત કિંમત ₹૧.૫ લાખ રૂપિયા છે, જે મુજબ કુલ ₹૪૫ લાખની કિંમતના કૃત્રિમ પગનું દાહોદના દિવ્યાંગોને નિઃશુલ્ક વિતરણ કરાયું છે. કૃત્રિમ પગ મેળવવાની સાથે જ લાભાર્થીઓને તેને પહેરીને ચાલવાની ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. નવું જીવન અને નવો આત્મવિશ્વાસ મળતા દિવ્યાંગોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મંત્રી યુસુફી કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સંસ્થાના ટ્રસ્ટી વી. એમ. પરમારે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહેમાનો, લાભાર્થીઓ અને આધુનિક કૃત્રિમ પગ બનાવનારી ટેકનિકલ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!