DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા ખરાવાડ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા યુવાન પર ફાયરિંગ, ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.

તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં જૂની ખરાવાડ ચારમાળિયા નજીક રાત્રીના સમય યુવાન પર પાછળથી આવીને અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના બનતા એસ.પી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે યુવાનને પેટના ભાગે ઈજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે ત્યારે અવારનવાર લૂંટ બળાત્કાર અને અન્ય ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અનેક વાર અનેક જગ્યા ઉપર ફાયરિંગની પણ ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં જૂની ખરાવાડમાં ચરમાળીયા નજીક રાત્રીના સમયે યુવાનો પર પાછળથી આવીને આજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવાની ઘટના બનતા સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી શાખા સહિતની શાખાઓ હાલમાં ધાંગધ્રા ખાતે પહોંચી પહોંચી હતી આ ફાયરિંગ કરવાવાળા અને તેની તપાસ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ફાયરિંગ થયા છે તે વ્યક્તિને હાલમાં અમદાવાદ સારવાર માટે લઈ ગયા હોવાનું જાણવા મળે છે ત્યારે હાલમાં હજુ શ્રાવણ મહિનાની મેળાઓની બેઠક ચાલી રહી છે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાજનક બાબત છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં યુવાનને ઇજાઓ થતા તાત્કાલિક અસરે અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.

Back to top button
error: Content is protected !!