BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુર મા DGVCL દ્વારા વિજચેકીંગ હાથ ધરાયુ, ભરૂચ જિલ્લાના ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કાફલો હાજર રહ્યો.
સમીર પટેલ, ભરૂચ
આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે DGVCL ની આશરે ૧૫ જેટલી ટીમો દ્વારા સધન વીજ ચેકીંગ હાથ ધરાયુ હતું. આ ટીમો ગામના જુદાજુદા વિસ્તારોમાં વહેંચાઈ ગઈ હતી. આ કામ દરમ્યાન ભરૂચ ના ડી.વાય.એસ.પી. સી.કે.પટેલ સાહેબની હાજરીમાં નબીપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ સહિત પોલીસ કાફલો પણ શાંતિ ભંગ ના થાય તેની તકેદારીના ભાગરૂપે હાજર રહ્યો હતો. સાધન ચેકીંગ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. હજુ સુધી ગેરરીતિ ના બનાવ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.