AHAVADANGGUJARAT

વાંસદા તાલુકાના નવતાડ ગામે ભારે વરસાદથી થયેલ નુકસાનની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયુ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે નવતાડ ગામમાં પશુ મરણ, મકાનોને નુકસાન, ખેતી પાકને થયેલી હાનિ તેમજ અન્ય પ્રકારના નુકસાનની સ્થિતિનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

   નવસારી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનની વિગતવાર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન પશુ મરણની ઘટનાઓ, રહેણાંક મકાનોને થયેલા નુકસાન, ખેતી પાકની સ્થિતિ તેમજ અન્ય નુકસાન અંગે અસરગ્રસ્ત ગ્રામજનો પાસેથી માહિતી મેળવી હતી.

   અધિકારીઓએ સંબંધિત વિભાગોને નુકસાનનું સર્વેક્ષણ ઝડપથી પૂર્ણ કરી સરકારના નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!