GUJARATJUNAGADHKESHOD

પેકેજડ કોમોડીટીઝના ખરીદ-વેચાણના વ્‍યવહારોમાં ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ થાય તે માટે સરકારે પેકેજડ કોમોડીટી બનાવ્યા નિયમો

પેકેજડ કોમોડીટીઝના ખરીદ-વેચાણના વ્‍યવહારોમાં ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ થાય તે માટે સરકારે પેકેજડ કોમોડીટી બનાવ્યા નિયમો .....

બજાર વ્‍યવસ્‍થામાં હરીફાઇ હોવાથી ઉત્‍પાદકો પોતે પોતાની બ્રાન્‍ડ નેમ હેઠળ ચીજ વસ્‍તુઓનું પેકેજડ કોમોડીટી તરીકેનું વેચાણ કરવા પ્રેરાય છે. આવા સંજોગોમાં બજારમાં પેકેજડ કોમોડીટીઝના ખરીદ-વેચાણના વ્‍યવહારોમાં ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ થાય તે માટે ભારત સરકારે પેકેજડ કોમોડીટી રૂલ્‍સ અમલમાં મુકેલ છે. આમ કોઇપણ વસ્‍તુનું ગ્રાહકની ગેરહાજરીમાં પેકીંગ થાય તો તે પેકેજડ કોમોડીટી તરીકે ઓળખાય છે. જીવન જરૂરીયાતની લગભગ ઘણીખરી ચિજ-વસ્‍તુઓ સાંપ્રત સમયેમાં પેકેજના સ્‍વરૂપમાં બજારમાં ઉપ્‍લબ્‍ધ થતા હોવાનું જણાય છે.રાજ્યકક્ષાએ લીગલ મેટ્રોલોજી એકટ તેમજ પેકેજીંગ કોમોડીટી રૂલ્‍સ – ૨૦૧૧નો અમલ ગુજરાત રાજ્યે અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ નિયંત્રકશ્રી, કાનુનીમાપ વિજ્ઞાનને સોંપવામાં આવેલ છે. આ કાયદા હેઠળ દરેક પેકેજડ કોમોડીટીના પેકેજ/રેપર/ટીન ઉપર સામાન્‍ય રીતે નિયમ-૬ હેઠળ પેકીંગ કરેલ ચીજવસ્‍તુનું નામ, ઉત્‍પાદક / પેકરનું નામ, સરનામું, ઉત્‍પાદન / પેકીંગ કરેલ ચીજ વસ્‍તુનો માસ/વર્ષ, પેકીંગ કરેલ ચીજ વસ્‍તુનું નેટ વજન/નંગ, મહત્તમ છૂટક વેચાણ કિંમત (તમામ કરવેરા સહિત), કસ્ટમર કેર નંબર આમ પાંચ નિર્દેશનો દર્શાવવા ફરજીયાત છે. વધુમાં કોઇપણ પેકેજ ઉપર ઉત્‍પાદક દ્વારા છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે. હાલમાં જિલ્લા કલેકટરશ્રી-જુનાગઢ અનિલ રાણાવસીયા સાહેબની સુચના અને માર્ગ દર્શન અનુસાર આ કચેરી ઘ્વારા વિવિઘ ખાદ્ય પદાર્થ વિક્રેતાઓની તપાસણી કરવામાં આવેલ અને ઉપરોકત જોગવાઈઓનો ભંગ કરનાર વેપારીઓ વિરુઘ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.જેમાં ગ્રાહકે કેટલીક તકેદારી દાખવવી જરૂરી છે. જેમ કે વજનનાં નીચેના ભાગે હોલમાં તોલમા૫ નિરીક્ષક દ્રારા છા૫ લગાવેલી હોય છે. જેમાં ચકાસણી કર્યાનું વર્ષ તથા ત્રિમાસ દર્શાવેલ હોય છે. ચાલુ વર્ષ અને ત્રિમાસ હોય તો વજન સાચુ કહી શકાય છે દુધના પાઉચ, પાણીની બોટલ, કોલ્ડ ડ્રીંકસ કે કોઈ પણ વસ્તુ ઉ૫ર છાપેલી કિંમતથી વધારે લેવી તે ગુન્‍હો બને છે. છાપેલ કિંમત તમામ કરવેરા સાથેની મહત્‍તમ કિંમત છે. પેકેટ ઉ૫ર મેન્‍યુ. / પેકરનું નામ/ સરનામું, વસ્‍તુનુ નામ, નેટ જથ્‍થો, મહત્‍તમ વેંચાણ કિંમત (તમામ કરવેરા સાથે), પેકીંગ કર્યા માસ/વર્ષ, કન્‍ઝયુમર કેર નંબર ત્‍થા અન્‍ય જરૂરી વિગતો હોવી જરૂર છે. એક વખત છાપેલી કિંમતમાં ઉત્‍પાદક / રીટેઈલર દ્રારા ફેરફાર થઈ શકે નહીં, પેકેટ ઉ૫ર છાપેલી કિંમત કરતા કોઈ વધારાનો ચાર્જ લઈ શકાય નહીં, ગારમેન્‍ટ, હોઝીયરી, ગરમ ક૫ડા, વિગેરેના પેકેટ ઉ૫ર નિર્દેશનો જરૂરી છે, જથ્‍થાબંધ વેંચાણના પેકેટ ઉ૫ર ઉત્‍પાદક / પેકરનું નામ સરનામું, વસ્‍તુનું નામ , કુલ જથ્‍થો. વિગતો હોવી જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન થતુ જણાય તો જુનાગઢ જિલ્લામાં જુ.નિરીક્ષક વિભાગીય કચેરીમાં, જિલ્‍લાની મદદનીશ નિયંત્રકશ્રીની કચેરીમાં તથા રાજય સ્‍તરે નિયંત્રકશ્રી કાનુની મા૫ વિજ્ઞાનની કચેરી ખાતે ફરીયાદ કરી શકાય છે. વધુમાં, સરકારના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી શકાય છે. કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ સમયાંતરે આકસ્મીક તપાસણી (સામુહિક ઓચિંતી તપાસ) નું આયોજન કરી બજારમાં ફરસાણ, મીઠાઈ, ડેરી પ્રોડક્ટ, ઠંડા પીણા, સોની, અનાજ કરિયાણા સહિતના અન્ય દુકાનદારોની દુકાનો પર મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન જુનાગઢ તોલમાપ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. તપાસમાં ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસુલનાર દુકાનદારો તેમજ વજન માપના કાંટા સાધનોની સમય મર્યાદામા ચકાસણી મૂલ્યાંકન નહીં કરાવનાર દુકાનદારો, હોટલ મેનુ કાર્ડ નિયમ મુજબ નિભાવેલ ના હોય, વજન કરતા ઓછું આપનાર વેપારીઓ વગેરે સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. કાનુની માપ કોમોડીટીને લગતી વિવિધ પ્રકારોની તોલમાપમાં ગેરરિતીને લગતી તથા પેકેજ્ડ કોમોડીટિને લગતી વિવિધ ફરિયાદોની તપાસ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. સામાન્‍ય રીતે વજનમાં ઓછું અપાયેલ, પેકેજ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ, પેકેજ્ડ ઉપર જરૂરી નિર્દેશનો ન હોવા બાબતની વિવિધ ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવે છે. ગ્રાહકોને કોઈપણ પ્રકારે તોલમાપમાં ગેરરીતિ કે પેકેજ્ડ કોમોડીટિમાં કોઈ ફરિયાદ હોય તો જિલ્લા અને તાલુકા કક્ષાએ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરિયાદ કરી શકે છે તેમજ હેલ્પલાઈન નંબર: ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ ઉપર પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોઇપણ ગ્રાહક ભાવ વધારો, વજનમાં ઓછું જેવી ફરીયાદો અત્રેની કચેરી ને National Consumer Helpline (Ingram) પોર્ટલ મારફત તથા લેખીત અત્રેની કચેરીના સરનામે કરી શકે છે. વધુમાં, અત્રેની કચેરીના ઇ-મેઇલ: [email protected] તથા ફોન નં. (૦૨૮૫) ૨૬૩૦૧૩૪ પર પણ કરી શકે છે. તોલમાપમાં ગેરરિતીને લગતી તથા પેકેજડ કોમોડીટિને લગતી વિવિધ ફરિયાદો માટે: https://dcs-dof.gujarat.gov.in/register-complaint તેમ મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી અને જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!