અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
રખાપુર ગામે એગ્રીકલ્ચર ની વીજ ડીપી પડેપડે તેવો ઘાટ, વીજતંત્ર ઊંઘમાં
મેઘરજ તાલુકાના રખાપુર ગામે રસ્તાની બાજુમાં એગ્રીકલ્ચર ની વીજ ડીપી આવેલી છે જે છેલ્લા કેટલાય સમયથી એક બાજુ નમેલી હાલતમાં છે ડીપી પડેપડે તેવી હાલતમાં છે છતાં આ બાબતે વીજતંત્ર અજાણ હોય તેવો ઘાટ છે આ બાબતે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ વીજ ડીપી રસ્તાની બાજુમાંજ છે અને એગ્રીકલ્ચર ની વીજ ડીપી છે ભારે પવન ને કારણે વીજ ડીપી ધરાશાય થવાની શકયતા છે જેના કારણે આ વીજ ડીપી નું સમાર કામ વીજતંત્ર ધ્વારા ઝડપથી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે