BANASKANTHAGUJARATKANKREJ

સમીમાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો..

પાટણ જિલ્લાના સમી ખાતે ગુજરવાડા રોડ ઉપર આવેલ શ્રી ભેવાળીયા હનુમાનજી મંદિરના પટાંગણમાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ

સમીમાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો..

પાટણ જિલ્લાના સમી ખાતે ગુજરવાડા રોડ ઉપર આવેલ શ્રી ભેવાળીયા હનુમાનજી મંદિરના પટાંગણમાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ પરમ પૂજ્ય મહંત શ્રી દશરથરામ ગુરૂશ્રી ગીરધરરામ સાહેબ શ્રી હરિ ભગતની જગ્યા સમી ના પાવન નિશ્રામાં સમીના સમસ્ત પ્રજાપતિ ભાઈઓના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૧૦/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ઉદ્ધઘાટક ચમનભાઈ પ્રજાપતિ બાસ્પા,મુખ્ય મહેમાન શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ બાસ્પા,શ્રી સમી પરગણાના પૂર્વપ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ,શ્રીરાધનપુર કેળવણી મંડળના પૂર્વપ્રમુખ મંજીભાઈ પ્રજાપતિ,પાટણ છાત્રાલયના મંત્રી રઘુભાઈ પ્રજાપતિના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ભાવાભાઈ પ્રજાપતિ ધધાણાવાળાએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી સમાજ દ્વારા પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું. ધોરણ ૩ થી ૧૨, કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહીત ૬૮ થી વધુ તેજસ્વી તારલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર,ટ્રોફી,સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.શ્રેષ્ઠ શિક્ષક મેહુલકુમાર પ્રજાપતિ વરાણા,સેવાનિવૃત ચતુરભાઈ પ્રજાપતિ શિક્ષક ધધાણા,બચુભાઈ પ્રજાપતિ ઓ.એન.જી. સી.મહેસાણા,કનૈયાલાલ પ્રજાપતિ બાસ્પા (બી.એસ. એફ.) નું વિશિષ્ટ રીતે સન્માન કરતા સભામંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. નાની બાલિકાઓ હેલી પ્રજાપતિ, દ્રષ્ટિ પ્રજાપતિએ કાલીઘેલી ભાષામાં સ્પીચ આપી હતી જયારે પ્રમુખ ગોવિંદભાઈ પૌત્રી પી.એચ.ડી.કરતી પ્રજાપતિ જાનવી મનુભાઈએ પ્રજાપતિ સમાજની ઉત્પતિ અને દક્ષ પ્રજાપતિ સમાજની વિસ્તૃત માહિતી આપતાં પ્રજાપતિ સમજે ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. ભોજન પ્રસાદ સમસ્ત સમી ગામના પ્રજાપતિ ભાઈઓ તરફ થી આપવામાં આવ્યો હતો, કંકોત્રીના દાતા બબાભાઈ પ્રજાપતિ ધધાણા,રણછોડભાઈ પ્રજાપતિ ધધાણા,મંડપ ચમનભાઈ પ્રજાપતિ બાસ્પા, સાઉન્ડ હસમુખભાઈ પ્રજાપતિ સમી,નાસ્તો સ્વ.બબાભાઈ પ્રજાપતિ સમી પરિવાર,મિનરલ વોટર ધનીબેન પ્રજાપતિ સમી, વિડિઓ ગ્રાફીનો લાભ ગોવિંદભાઈ પ્રજાપતિએ લીધો હતો.આ પ્રસંગે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, શ્રી આઠ પરગણા સમુહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ, શ્રી આઠ પરગણા વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, ગુંમડા મસ્જિદ શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ, ડી.ડી.પ્રજાપતિ,એલ.કે.પ્રજાપતિમુળજીભાઈ પ્રજાપતિ ડીસા, દલસુખભાઈ પ્રજાપતિ પાટણ, હરગોવનભાઈ પ્રજાપતિ મુબારકપુરા,શંકરભાઈ પ્રજાપતિ મુબારકપુરા, નટુભાઈ પ્રજાપતિ બાસ્પા,અલ્કાબેન પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યામાં શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રહલાદભાઈ કે. પ્રજાપતિ માંડવી હાલ વડોરા જયારે આભાર વિધિ શિક્ષણ કન્વીનર દશરથભાઈ પ્રજાપતિ ધધાણાવાળાએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

 

Back to top button
error: Content is protected !!